Get The App

દોઢ વર્ષ ટીમથી બહાર રહ્યા બાદ ઈશાન કિશનની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કઈ રીતે થઈ એન્ટ્રી? BCCIનો રોચક જવાબ

Updated: Apr 22nd, 2025

GS TEAM

Google News
Google News
દોઢ વર્ષ ટીમથી બહાર રહ્યા બાદ ઈશાન કિશનની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કઈ રીતે થઈ એન્ટ્રી? BCCIનો રોચક જવાબ 1 - image


BCCI Central Contarct:  BCCIએ 21 એપ્રિલના રોજ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી. નવા કોન્ટ્રાક્ટમાં અનેક ફેરફાર થયા છે, જેમાં સૌથી મહત્ત્તવપૂર્ણ વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને બેટ્સમેન શ્રેયસ અય્યરની વાપસી છે. બંને ખેલાડીઓને ગત વર્ષે કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. શ્રેયસ અય્યરે ગત વર્ષે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ ઈશાન કિશનની વાપસીને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. 

ઈશાન કિશનની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કઈ રીતે થઈ એન્ટ્રી?

BCCI દ્વારા જે નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરવામાં આવી છે, તેનો સમયગાળો 1 ઓક્ટોબર, 2024થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીનો છે. હવે ઈશાન કિશન આ સમયગાળા દરમિયાન એક પણ મેચ નથી રહ્યો. તે ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી મેચ 28 નવેમ્બર 2023ના રોજ રમ્યો હતો. આવી સ્થિતિમાં લોકો સવાલ કરી રહ્યા છે કે દોઢ વર્ષ ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા ખેલાડીને આ કોન્ટ્રાક્ટ કેવી રીતે મળ્યો? હવે BCCIના એક અધિકારીએ આનું કારણ આપ્યું છે.

આ પણ વાંચો: BCCIનું કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર: A+ ગ્રેડમાં રોહિત-કોહલી સાથે બે ગુજરાતી ખેલાડી, શ્રેયસ અને ઈશાનની વાપસી

BCCI અધિકારીએ રોચક જવાબ આપતા જણાવ્યું કે, 'નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો સમયગાળો 1 ઓક્ટોબર, 2024થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીનો છે. પરંતુ તેના માટે 1 ઓક્ટોબર, 2023થી 30 સપ્ટેમ્બર, 2024 સુધીના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ઈશાન (2 વર્લ્ડ કપ મેચ) અને શ્રેયસે 2023-24 સીઝનમાં 15 વનડે અને કેટલીક ટેસ્ટ મેચ રમી હતી, તેથી તેમને પોત-પોતાની કેટેગરીમાં સ્થાન મળ્યું છે.'



રોહિત-કોહલી હજુ પણ A+ ગ્રેડમાં સામેલ

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં T20 ફોર્મેટને અલવિદા કહી ચૂકેલા વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાને A+ ગ્રેડમાં જાળવી રાખવામાં આવ્યા છે, જ્યારે નિયમ એવો છે કે A+ ગ્રેડમાં માત્ર એ જ ખેલાડીઓને સામેલ કરવામાં આવે છે જે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે. આનું કારણ પણ એ જ આપવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે, કોહલી, રોહિત અને જાડેજાએ જૂન 2024માં T20 વર્લ્ડ કપ ફાઈનલ રમી હતી અને તે સમયે તેઓ તમામ ફોર્મેટમાં એક્ટિવ હતા. આ ટેકનિકલ આધાર પર તેમને A+ ગ્રેડમાં રાખવા જોઈએ.

Tags :