હોકી વર્લ્ડકપ : પેનલ્ટી શૂટઆઉટમાં ઈંગ્લેન્ડને હરાવી જર્મની સેમિ ફાઈનલમાં
- જર્મનીએ છેલ્લી બે મિનિટમાં બે ગોલ કરી મેચ ડ્રોમાં ખેંચી
- નેધરલેન્ડ ૫-૧થી સાઉથ કોરિયાને હરાવી અંતિમ ચારમાં
ભુવનેશ્વર, તા.૨૫
જર્મનીએ
છેલ્લી બે મિનિટમાં બે ગોલ ફટકારતાં ઈંગ્લેન્ડ સામેની મેચ ડ્રો કર્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં
૪-૩થી જીત હાંસલ
કરતાં મેન્સ હોકી વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ઈંગ્લેન્ડ ત્રીજી અને પાંચમી પેનલ્ટી ચૂક્યું હતુ. જ્યારે
જર્મનીએ તમામ ચાર પેનલ્ટીને ગોલમાં ફેરવતા વિજય મેળવ્યો હતો. ટોમ ગ્રામ્બુશે ૫૮મી અને મેટ્સ ગ્રામ્બુશે ૫૯મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા.
અગાઉ વાલેસ-એન્સેલે ઈંગ્લેન્ડને લીડ અપાવી હતી.
અન્ય મેચમાં નેધરલેન્ડે બિજેનના બે અને બ્લોક, વાન હેઈન્જનીન્જન અને બેઈન્સના ૧-૧ ગોલની મદદથી ૫-૧થી સાઉથ કોરિયાને હરાવ્યું હતુ. કોરિયા તરફથી સેઓએ એકમાત્ર
ગોલ કર્યો હતો.
સેમિ ફાઈનલ લાઈનઅપ
હવે ૨૭મી
જાન્યુઆરીના રોજ મેન્સ હોકી વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ જર્મની સામે
સાંજે ૪.૩૦
વાગ્યાથી ટકરાશે. જ્યારે નેધરલેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જીયમ
સાંજે ૭.૦૦ વાગ્યાથી રમશે.
ભારત-જાપાન વચ્ચે નવમા ક્રમ માટે
મેચ
ભારત
હવે ૯ થી ૧૬માં સ્થાને રહેવા માટે સ્પર્ધા કરશે. ભારત અને જાપાન વચ્ચે ૨૬મી જાન્યુઆરીએ સાંજે
૭.૦૦ વાગ્યાથી મેચ શરૃ થશે. ત્યાર બાદ પણ
ભારતને એક મેચ રમવાની આવશે.