ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર બની આવી ઘટના, 32 વર્ષના વિકેટકીપરે રચ્યો નવો ઇતિહાસ

| Image Twitter |
Shai Hope's achievement: ક્રિકેટની દુનિયામાં આજકાલ કોઈને કોઈ મેચ ચાલુ રહે છે. જેના કારણે રોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. હવે વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર શાઈ હોપે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મોટો નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બીજી વનડેમાં તેણે શાનદાર બેટિંગ કરીને શાનદાર સદી ફટકારી હતી. તેમણે મેચમાં 69 બોલમાં કુલ 109 રન બનાવ્યા હતા, જેમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગા સામેલ હતા.
શાઈ હોપની સિદ્ધિ:
મેચમાં ચાર છગ્ગા ફટકારીને શાઈ હોપે 2025 માં ઈન્ટરનેશલ ક્રિકેટમાં 50 છગ્ગા ફટકાર્યા છે. તેણે વિકેટકીપર તરીકે રમતી વખતે આ છગ્ગા ફટકાર્યા હતા. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ વિકેટકીપરએ એક કેલેન્ડર વર્ષમાં 50 છગ્ગા ફટકાર્યા હોય. તેની પહેલા અન્ય કોઈ વિકેટકીપરે આ સિદ્ધિ હાંસલ કરી નથી કરી શક્યુ.
એડમ ગિલક્રિસ્ટે 2005 માં 41 છગ્ગા અને જોસ બટલરે 2016 માં વિકેટકીપર તરીકે રમતી વખતે 41 છગ્ગા ફટકાર્યા હતા. હવે, શાઈ હોપે શાનદાર પ્રદર્શન સાથે આ બંને રેકોર્ડને તોડી નાખ્યા છે.
વેસ્ટ ઈન્ડિઝ માટે 19 સદી
શાઈ હોપે 2016 માં વેસ્ટ ઈન્ડિઝ માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ટીમમાં મુખ્ય ખેલાડી રહ્યો છે. તેણે 147 ODI માં કુલ 6,097 રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 30 અડધી સદીનો સમાવેશ થાય છે. ટેસ્ટમાં તેના 2,005 રન અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1,403 રન છે.
શાઈ હોપની સદી છતાં વેસ્ટ ઈન્ડિઝ હારી ગયું
જોકે શાઈ હોપે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સદી ફટકારી હતી, પરંતુ તેની ટીમ 5 વિકેટથી હારી ગઈ હતી. હોપ સિવાય વેસ્ટ ઈન્ડિઝના બેટર સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા ન હતા, તેઓ માત્ર 247 રન જ બનાવી શક્યા હતા. ત્યારબાદ ડેવોન કોનવે અને રચિન રવિન્દ્રએ પ્રથમ વિકેટ માટે 106 રનની ભાગીદારી કરી. જેનાથી ન્યૂઝીલેન્ડની જીતનો પાયો નાખ્યો. કોનવેએ 90 રન અને રવિન્દ્ર જાડેજાએ 56 રન બનાવ્યા. ટોમ લેથમે 39 રન અને મિશેલ સેન્ટનરે 34 રન બનાવ્યા. આ ખેલાડીઓએ કિવી ટીમને જીત અપાવવામાં મદદ કરી.

