'લફરાબાજ પિતાના કારણે દીકરીના જીવન સાથે રમત થઈ રહી હતી', ભારતીય ક્રિકેટરની પત્નીના ગંભીર આરોપ
Mohammed Shami Hasin Jahan Controversy: ભારતીય ક્રિકેટ ટીમનો બોલર મોહમ્મદ શમી ફરી એક વિવાદમાં ફસાયો છે. તેની ભૂતપૂર્વ પત્ની હસીન જહાંએ તેની દીકરીના ભવિષ્યને લઈને શમી પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હસીને પોસ્ટ કરી જણાવ્યું કે, ક્રિકેટર શમી નહોતો ઇચ્છતો કે તેની દીકરી સારી સ્કૂલમાં ભણે.
ક્રિકેટર મોહમ્મદ શમીની 10 વર્ષની દીકરીનું હાલમાં જ એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન થયું છે. તેની માહિતી શમીની ભૂતપૂર્વ પત્ની હસીન જહાંએ પોસ્ટ કરી જણાવ્યું હતું. સાથે હસીને તેના ભૂતપૂર્વ પતિ પર દીકરીના ભવિષ્યની અવગણના અને તેની પ્રેમિકાના બાળક પર વધુ ધ્યાન આપવાનો આરોપ લગાવ્યો હતો. હસીને ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું કે, 'દુશ્મનો ઈચ્છતા હતા કે મારી દીકરીને સારી સ્કૂલમાં એડમિશન ન મળે, પરંતુ અલ્લાહે બધાના મોઢા કાળા કરી દીધા અને મારી દીકરીનું સારી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન થઈ ગયું.'
હસીન જહાંએ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી પર તેની પ્રેમિકા પર વધુ ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે દાવો કર્યો કે શમી તેની પ્રેમિકા પર ખૂબ પૈસા ખર્ચ કરે છે, લક્ઝરી બિઝનેસ ક્લાસની ફ્લાઈટ બુક કરવાથી લઈને પ્રેમિકાના દીકરાઓને મોંઘી સ્કૂલમાં એડમિશન કરાવવા સુધી, પરંતુ પોતાની દીકરી આયરાને ભણાવવા માટે કોઈ ખર્ચો ઉઠાવવા તૈયાર નથી.
જણાવી દઈએ કે, હસીને આ આરોપ ત્યારે લગાવ્યો જ્યારે તેને શમી પાસેથી દર મહિને 4 લાખ રૂપિયાનું વળતર મળી રહ્યું છે, જેમા 2.5 લાખ રૂપિયા તેની દીકરીના ખર્ચ માટે અલગથી આપવામાં આવે છે. તેણે આગળ જણાવ્યું કે, 'જે દીકરીના પિતા અરબોપતિ હોય, તે પિતા માત્ર લફરાબાજીના કારણે દીકરીના જીવન સાથે રમત રમી રહ્યો છે અને તેની પ્રેમિકાના દીકરાઓને મોટી-મોંઘી સ્કૂલોમાં ભણાવવા રૂપિયા ખર્ચી રહ્યો છે. અમુકને તો તે બિઝનેસ ક્લાસ ફ્લાઇટમાં ફરાવી રહ્યો છે, પણ દીકરીના ભણવાનો ખર્ચો નથી ઉપાડી રહ્યો.'
જણાવી દઈએ કે, ભારતીય ટીમમાંથી બહાર રહેલા ઝડપી બોલર મોહમ્મદ શમીને બંગાળે ડોમેસ્ટિક સીઝન 2025-26 માટે 50 સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ કર્યો છે. શમી ઇંગ્લેન્ડમાં ભારતની ટેસ્ટ ટીમનો ભાગ નથી અને IPL 2025 પછી તેણે કોઈ મેચ રમી નથી. નોંધનીય છે કે શમી અને હસીન જહાંંએ વર્ષ 2014માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2015માં તેની દીકરી આયરાનો જન્મ થયો હતો.