Sports

ઈંગ્લેન્ડમાં છવાયો ગુજરાતનો ખેલાડી, 8 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 103 રન ફટકાર્યા, વૈભવ સૂર્યવંશી પણ ફિક્કો પડ્યો

By GS TEAM
26 Jun 20252 mins read
TukuTouch Logo
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 20થી 24 જૂન દરમિયાન લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન અંડર-19 ભારતીય ટીમે ઈંગ્લેન્ડ યંગ લાયન્સ સામે 231 રનથી જીત મેળવી હતી. આ ઐતિહાસિક જીતનો હીરો મૂળ ગુજરાતના વિકેટકીપર અને બેટર હરવંશ પંગલિયા હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈંગ્લેન્ડમાં છવાયો ગુજરાતનો ખેલાડી, 8 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 103 રન ફટકાર્યા, વૈભવ સૂર્યવંશી પણ ફિક્કો પડ્યો

Images Sourse: @saurashtracricket, Instagram


India Under 19: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 20થી 24 જૂન દરમિયાન લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન અંડર-19 ભારતીય ટીમે ઈંગ્લેન્ડ યંગ લાયન્સ સામે 231 રનથી જીત મેળવી હતી. આ ઐતિહાસિક જીતનો હીરો મૂળ ગુજરાતના વિકેટકીપર અને બેટર હરવંશ પંગલિયા હતો. 

હરવંશની તોફાની બેટિંગ

ઈંગ્લેન્ડના લફબરોમાં ભારતીય અંડર 19 અને ઈંગ્લેન્ડ યંગ લાયન્સ વચ્ચે ODI મેચ રમાઈ હતી. જેમાં ભારતે પહેલા બેટિંગ કરીને ઈંગ્લેન્ડ લાયન્સ સામે 60 ઓવરમાં 442 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. કેપ્ટન આયુષ મ્હાત્રે 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે તાજેતરમાં IPLમાં ધમાલ મચાવનાર 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારે તે જ મેચમાં હરવંશ પંગલિયાએ 52 બોલમાં અણનમ 8 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા.

ભારતીય અંડર 19 ટીમમાં હરવંશ પંગલિયા ઉપરાંત રાહુલ કુમારે 73, કનિષ્ક ચૌહાણે 79 અને આરએસ અંબરીશે 72 રન બનાવ્યા. બોલિંગમાં પણ દીપેશ દેવેન્દ્રને 3 વિકેટ લીધી, જ્યારે નમન પુષ્પક અને વિહાન મલ્હોત્રાએ 2-2 વિકેટ લીધી અને ઈંગ્લેન્ડ યંગ લાયન્સને 211 રનમાં ઓલઆઉટ કરી દીધું.

આ પણ વાંચો: ભારતની બેટિંગ ડોબરમેન કૂતરા જેવી..., દિનેશ કાર્તિકનું અજીબ ઉદાહરણ સાંભળી હસી પડ્યા લોકો, વીડિયો વાઇરલ

હરવંશ પંગલિયાના પિતા ટ્રક ડ્રાઈવર

નીલકંઠ ક્રિકેટ એકેડેમીમાં કોચ નકુલ અયાચીના માર્ગદર્શન હેઠળ તાલીમ પામેલો 18 વર્ષીય હરવંશ પંગલિયા હવે કેનેડાના બ્રેમ્પટનમાં રહે છે, જ્યાં તેના પિતા ટ્રક ડ્રાઈવર છે. તેના પુત્ર હરવંશનું સપનુ ભારતની જર્સી પહેરીને ટીમ માટે રમવાનું છે અને હવે તેના સપના સાકાર કરવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યો છે.