Get The App

IPL 2026 પહેલા KKRને મોટો ઝટકો! BCCI એવોર્ડ્સમાં સ્ટાર બોલર લાકડીના સહારે ચાલતો જોવા મળ્યો

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
Harshit Rana News
(IMAGE - IANS)

Harshit Rana News: IPL 2026 પહેલા ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) માટે મુશ્કેલીઓ વધી રહી છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાગ્રસ્ત હોવાથી આગામી સીઝનમાં તેનું રમવું હવે મુશ્કેલ દેખાઈ રહ્યું છે. તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલા BCCIના વાર્ષિક નમન એવોર્ડ્સ સમારોહમાં હર્ષિત રાણા 'બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યૂ'નો એવોર્ડ લેવા પહોંચ્યો હતો, પરંતુ તેને કાખઘોડીના સહારે ચાલતો જોવા મળતા ફેન્સ અને ફ્રેન્ચાઈઝીની ચિંતા વધી ગઈ છે. સ્થિતિ એવી હતી કે તે સ્ટેજ સુધી પણ ચાલી શક્યો નહોતો, જેના કારણે IPL ચેરમેન અરુણ ધૂમલે પોતે નીચે આવીને તેને સન્માનિત કર્યો હતો. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે.

KKRની મુશ્કેલીમાં વધારો: હર્ષિત રાણાની ફિટનેસ પર સવાલ

હર્ષિત રાણાને આ ઈજા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન સાઉથ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચમાં થઈ હતી. આ ગંભીર ઈજા બાદ તેણે 9 ફેબ્રુઆરીએ મુંબઈમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી. સામાન્ય રીતે આવી ઈજામાંથી બહાર આવતા બે થી ત્રણ મહિનાનો સમય લાગે છે, જેના કારણે IPL 2026માં તેની ઉપલબ્ધતા પર સવાલો ઉઠી રહ્યા છે. KKR માટે આ એક મોટો ફટકો છે કારણ કે હર્ષિતે 2024માં ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તે ડેથ ઓવર્સમાં અત્યંત પ્રભાવશાળી બોલર તરીકે ઉભરી આવ્યો છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધ્યો વિવાદ! સીરિઝ ગુમાવ્યા બાદ પાકિસ્તાને નોંધાવી ફરિયાદ

મુસ્તાફિઝુર અને પથિરાનાની ગેરહાજરીથી વધી ચિંતા

KKRની મુશ્કેલીઓ એટલે પણ વધી છે કારણ કે મુસ્તાફિઝુર રહેમાન હવે ટીમમાં નથી અને મથીશા પથિરાના પણ ફિટનેસની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. જોકે, ફ્રેન્ચાઈઝીએ રહેમાનના રિપ્લેસમેન્ટ તરીકે ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝારાબાનીને ટીમમાં સામેલ કર્યો છે, પરંતુ હર્ષિત રાણા જેવો ધારદાર ભારતીય પેસર શોધવો ટીમ માટે મુશ્કેલ પડકાર છે. હાલમાં ટીમ પાસે વૈભવ અરોડા, ઉમરાન મલિક, કાર્તિક ત્યાગી અને આકાશ દીપ જેવા બોલરો છે, પરંતુ હર્ષિતની ગેરહાજરીમાં KKRનો પેસ એટેક અનુભવ અને ચોકસાઈની દ્રષ્ટિએ નબળો પડી શકે છે.

IPL 2026 પહેલા KKRને મોટો ઝટકો! BCCI એવોર્ડ્સમાં સ્ટાર બોલર લાકડીના સહારે ચાલતો જોવા મળ્યો 2 - image