દગાબાજ ખેલાડી ! 6.25 કરોડમાં હરાજી બોલાઈ અને હવે રમવાની ના પાડી, BCCIએ લગાવ્યો પ્રતિબંધ
Harry Brook Banned From IPL-2025 : આઈપીએલ-2025ની આતૂરતાથી રાહ જોઈ રહેલા ક્રિકેટ રશિયાઓ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સે હરાજીમાં 6.25 કરોડમાં ખરીદેલો એક દગાબાજ ખેલાડી દર વર્ષે બીસીસીઆઈ સહિત આઈપીએલના ફ્રેન્ચાઈઝીઓની મુશ્કેલી વધારી રહ્યો છે, જેના કારણે બીસીસીઆઈએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ઈંગ્લેન્ડના ખેલાડી પર બે વર્ષનો પ્રતિબંધ
વાત જાણે એમ છે કે, બીસીસીઆઈએ હરાજી પહેલા કેટલાક નિયમો નિર્ધારીત કર્યા હતા અને હવે તેનો કડકાઈથી અમલ કરાયો હોય તેવું જોવા મળ્યું છે. વાસ્તવમાં દર IPLમાં બહાનાબાજી કરનારા ઈંગ્લેન્ડના ખેલાડી હેરી બ્રૂકથી પરેશાન થઈને બીસીસીઆઈએ તેના પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. હવે હેરી બ્રૂક બે વર્ષ સુધી આઈપીએલની હરાજીમાં નામ નહીં નોંધાવી શકે.
દિલ્હીએ બ્રૂકને 6.25માં ખરીદ્યો હતો
મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હી કેપિટલ્સે IPL-2025ના ઓક્શમાં હેરી બ્રૂકને 6.25 કરોડમાં ખરીદ્યો છે, પરંતુ આઈપીએલ સિઝન નજીક આવતા જ તેણે પોતાનું નામ પરત ખેંચી લીધું છે. બ્રૂકે ગત આઈપીએલની સિઝનમાં પણ આવું કર્યું હતું. બ્રૂકે પોતાની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનો હવાલો આપીને IPL-2025માં રમવાની ના પાડી દીધી છે. જોકે તેણે સતત બીજા વર્ષે પણ આવું કર્યું હોવાથી બીસીઆઈએ તેના પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.
બ્રૂકે બીજા વર્ષે આઈપીએલમાંથી નામ પાછું ખેંચ્યું
અહેવાલ મુજબ બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ને કહ્યું છે કે, હેરી બ્રૂકે નિયમો વિરુદ્ધ સતત બીજા વર્ષે આઈપીએલમાંથી નામ પાછું ખેચતા તેના પર આઈપીએલમાં બે વર્ષનો પ્રતિબંધ લગાવી દેવાયો છે. મીડિયા રિપોર્ટમાં બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને કહેવાયું છે કે, બીસીસીઆઈએ નિયમો મુજબ બ્રૂક પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ECBની સાથે સાથે હેરી બ્રૂકને પણ સૂચના આપી દીધી છે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર કોકેઈનના સોદામાં દોષિત ઠર્યો, આઠ સપ્તાહ બાદ ફટકારાશે સજા
ગત સિઝનમાં દાદીના નિધન થયું હોવાની કહી IPLમાંથી નામ ખેંચી લીધું હતું
હેરી બ્રૂકે દિલ્હી કેપિટલ્સ સાથે સતત બીજી વખત દગો કર્યો છે. તેણે વર્ષ 2024ની આઈપીએલના થોડા દિવસો પહેલા પણ નામ પર ખેંચી લીધું હતું. તે વખતે તેણે કહ્યું હતું કે, તેની દાદીનું નિધણ થયું છે, તેથી તેઓ આઈપીએલ નહીં રમી શકે. દિલ્હી કેપિટલ્સે તે વખતે પણ બ્રૂકને મોટી કિંમતમાં ખરીદ્યો હતો.
IPL 2025 માટે દિલ્હી કેપિટલ્સની ટીમ : કે.એલ.રાહુલ, જેક ફ્રેઝર-મેકગર્ક, કરુણ નાયર, અભિષેક પોરેલ, ટ્રિસ્ટિયન સ્ટબ્સ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટી નટરાજન, મિશેલ સ્ટાર્ક, સમીર રિઝવી, આશુતોષ શર્મા, મોહિત શર્મા, ફાફ કુમાર, નીશાન કુમાર, ડી ચમીરા, ડોનોવન ફરેરા, અજય મંડલ, મનવંત કુમાર, ત્રિપુરા વિજય, માધવ તિવારી...
આ પણ વાંચો : રાહુલ દ્રવિડનો જુસ્સો જોવા જેવો, કાખઘોડીના સહારે ટીમને કોચિંગ આપતો દેખાયો