રાજકોટમાં પંડ્યાએ બતાવ્યો 'પાવર'! એક પછી એક 9 સિક્સર, 19 બોલમાં અડધી સદી ફટકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hardik Pandya In Vijay Hazare Trophy, Rajkot : ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આજે ગુરુવારે (8 જાન્યુઆરી) વિજય હજારે ટ્રોફીમાં ફરી એકવાર 'પાવર' બતાવ્યો છે. પંડ્યાએ રાજકોટમાં નિરંજન શાહ સ્ટેડિયમમાં ચંડીગઢ સામે એલીટ ગ્રુપ-સીની મેચમાં માત્ર 31 બોલમાં 75 રન ફટકાર્યા છે. જેમાં હાર્દિકે એક પછી એક 9 સિક્સર અને 19 બોલમાં અડધી સદી ફટકારી હતી.
હાર્દિકે 19 બોલમાં અડધી સદી ફટકારી
કૃણાલ પંડ્યાની આગેવાની હેઠળની બરોડા ટીમ માટે હાર્દિક છઠ્ઠા નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો અને માત્ર 19 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. હાર્દિકે 31 બોલમાં 75 રનની ઇનિંગ દરમિયાન 9 સિક્સર અને 2 ચોગ્ગા ફટકાર્યા. 32 વર્ષીય પંડ્યાએ 241.93 ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા.
હાર્દિક પંડ્યાએ પ્રિયાંશુ મોલિયા સાથે પાંચમી વિકેટ માટે માત્ર 51 બોલમાં 90 રનની ભાગીદારી કરી હતી. બરોડાની ટીમ 49.1 ઓવરમાં 391 રનમાં ઓલઆઉટ થયું હતું. હાર્દિક ઉપરાંત ઓપનર પ્રિયાંશુ મોલિયા (113), વિષ્ણુ સોલંકી (54), અને જીતેશ શર્મા (73) એ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
વિજય હજારે ટ્રોફીમાં હાર્દિકનું શાનદાર પ્રદર્શન
વિજય હજારે ટ્રોફીમાં હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું. હાર્દિકે તાજેતરમાં વિદર્ભ સામે સદી ફટકારી હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ 82 બોલમાં 133 રન બનાવ્યા હતા. જેમાં 8 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. હવે હાર્દિકે ચંદીગઢ સામે ધમાકેદાર ઇનિંગ રમીને પોતાનો 'પાવર' બતાવ્યો છે.
તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, કારણ કે તે પોતાનો 10 ઓવરનો ક્વોટા પૂરો કરી શક્યો ન હતો. જોકે, કિવીઝ ટીમ સામેની પાંચ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય સીરિઝ માટે હાર્દિકની પસંદગી કરવામાં આવી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટી20 આંતરરાષ્ટ્રીય સીરિઝ 21 જાન્યુઆરીથી શરૂ થશે. હાર્દિક પંડ્યા બેટ અને બોલ બંનેથી પોતાનું વર્ચસ્વ સાબિત કરવાનો પ્રયાસ કરશે.








