Get The App

કોણ છે હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા? 2019માં વિવેક ઓબેરોયની ફિલ્મમાં કર્યું હતું કામ

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
કોણ છે હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ માહિકા શર્મા? 2019માં વિવેક ઓબેરોયની ફિલ્મમાં કર્યું હતું કામ 1 - image
Image Source: IANS/Instagram/mahiekasharma

Hardik Rumoured Girlfriend Mahika: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક દિવસોથી તેની પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં છે. નતાશા સાથે છૂટાછેડા પછી હાર્દિકના અફેરની ચર્ચા જાસ્મીન વાલિયા સાથે થવા લાગી હતી પણ અમુક જ દિવસોમાં પંડ્યાનું જાસ્મીન સાથે પણ બ્રેકઅપ થયું હોવાની ચર્ચા થઈ રહી હતી. હવે હાર્દિકના અફેરની નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક્ટ્રેસ અને ફિટનેસ મોડેલ માહિકા શર્માનું નામ હાર્દિક પંડ્યા સાથે જોડાઈ રહ્યું છે. હાલના દિવસોમાં બંનેના અફેરની ઘણી ચર્ચા થઈ રહી છે. હાર્દિક પંડ્યા સાથે જે માહિકા શર્માનું નામ જોડાઈ રહ્યું છે તે કોણ છે ચાલો જાણીએ...

દિલ્હીની રહેવાસી છે માહિકા શર્મા 

માહિકા શર્માની વાત કરીએ તો તે 24 વર્ષની એક્ટ્રેસ અને મોડેલ છે. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેણે તેના બાયોમાં ફિટનેસ અને કન્ટેન્ટ ક્રિયેટર લખ્યું છે અને તેને ઘણા કન્ટેન્ટ પણ તેના ચાહકો સાથે શેર કરે છે. માહિકાએ દિલ્હીના નેવી ચિલ્ડ્રન સ્કૂલથી અભ્યાસની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ઇકોનોમિક્સ અને ફાઇનાન્સમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેણે અમુક કંપનીમાં ઇન્ટર્ન તરીકે કામ કર્યું હતું અને તે દરમિયાન મોડલિંગ પણ કરી રહી હતી.

આ ફિલ્મોમાં જોવા મળી છે 

માહિકા રેપર રાગાના મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે અને ઓસ્કર વિનિંગ ડોક્યુમેન્ટ્રી ડિરેક્ટર ઓર્લાન્ડો વોન આઇન્સિડેલની ફિલ્મ 'ઇનટૂ ધી ડેસ્ક'માં પણ કામ કર્યું છે. માહિકા શર્મા વર્ષ 2019માં ફિલ્મ PM નરેન્દ્ર મોદીમાં વિવેક ઓબેરોય સાથે જોવા મળી હતી.

મોડેલિંગની દુનિયામાં પણ પ્રખ્યાત 

માહિકાના કારકિર્દીની વાત કરીએ તો, તે મોડેલિંગમાં ખૂબ જાણીતી છે અને તે ઘણા જાણીતા ડિઝાઇનર્સ માટે રેમ્પ વોક કરી ચૂકી છે. 2024 માં, માહિકાએ ઇન્ડિયન ફેશન એવોર્ડ્સમાં 'મોડેલ ઓફ ધ યર'નો એવોર્ડ જીત્યો હતો.

હાર્દિક અને માહિકાના અફેરની અફવાઓ કેવી રીતે શરૂ થઈ?

હાર્દિક સાથેના અફેરની અફવાઓનું એક રસપ્રદ કારણ છે. માહિકાના એક વીડિયોમાં, હાર્દિક પંડ્યા જોવા મળે છે, અને તેની આંગળી પર 23 નંબર દેખાય છે, જે હાર્દિકની જર્સીનો નંબર પણ છે. ત્યારથી, ચાહકો સતત તેમના સંબંધોની ચર્ચા કરી રહ્યા છે. જણાવી દઈએ કે તે બંને ગઈકાલે રાત્રે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

Tags :