Watch: હાર્દિક પંડ્યાએ ગુપચુપ રીતે કરી લીધી સગાઈ? માહિકા શર્મા સાથેનો વીડિયો થઈ રહ્યો વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hardik Pandya Mahieka Sharma Video: શું ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી-મોડલ માહિકા શર્માએ સગાઈ કરી લીધી છે? એક તરફ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ વનડે સીરિઝમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ હાર્દિક પંડ્યાનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. એવી ચર્ચા છે કે, તેણે પોતાની નવી ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે સગાઈ કરી લીધી છે. જોકે, આ વાતની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
હાર્દિક પંડ્યાએ માહિકા શર્મા સાથે કરી સગાઈ?
હાર્દિક સતત સોશિયલ મીડિયા પર પોતાના જીવનની ખાસ પળો ફેન્સ સાથે શેર કરે છે, પછી તે ક્રિકેટ માટેની મહેનત હોય, પરિવાર સાથે સમય વિતાવવો હોય કે પછી માહિકા સાથેની રોમેન્ટિક ક્ષણો હોય. માહિકા સાથેનો તેમનો સંબંધ વધુ ગાઢ બની રહ્યો છે અને ચાહકો તેમને 'પરફેક્ટ કપલ' કહીને સપોર્ટ કરી રહ્યા છે.
એક વાયરલ વીડિયોમાં હાર્દિક પંડ્યા અને મહિકા શર્મા એકસાથે બેઠા હોય તેવું જોવા મળે છે જ્યારે એક પુજારી મંત્રોચ્ચાર કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની સગાઈ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે મહિકાની આંગળી પર હીરાની વીંટી સ્પષ્ટપણે જોઈ શકાય છે. હાર્દિક અને મહિકાની સગાઈની અફવાઓ ઘણા દિવસોથી ફેલાઈ રહી છે. જોકે, તાજેતરમાં મહિકાએ આ અફવાઓને નકારી કાઢી હતી. આ વીડિયો સામે આવતાં ફરી એકવાર તેમની સગાઈની અફવાઓ ફરી શરૂ થઈ ગઈ છે.
રિંગ સાથેની તસવીર વાઇરલ થતાં અટકળો
તાજેતરમાં જ હાર્દિકે ઘણા ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, હાર્દિકે કેપ્શનમાં 'માય બિગ 3'(My Big 3) લખ્યું છે, જેમાં ક્રિકેટ, તેનો પુત્ર અગસ્ત્ય અને માહિકાને તેના જીવનના ત્રણ સૌથી મોટા ખજાના ગણાવ્યા છે. આ સાથે જ બ્લુ હાર્ટ ઇમોજી, એક ઓમ ઇમોજી અને એક ક્રિકેટ બેટ ઇમોજી પોસ્ટ કર્યા હતા. આ ઉપરાંત, ક્રિકેટરે એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તે માહિકા સાથે પૂજા કરતો જોવા મળ્યો હતો. વળી, એક અન્ય વીડિયોમાં તે માહિકા સાથે જીમ કરતા દેખાયો હતો.
લોકોની પ્રતિક્રિયાઓ
એક યુઝરે કમેન્ટ કરી કે, 'એવું લાગે છે કે તે પોતાનો સંબંધ જાહેરમાં બતાવી રહ્યા છે.' અન્ય એક યુઝરે લખ્યું કે, 'મને ખબર નથી કે સગાઈ કરી કે નહીં, પરંતુ બંને સાથે સારા લાગે છે.' એક અન્ય યુઝરે લખ્યું, 'જ્યારે માહિકાએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, ત્યારે મને પણ લાગ્યું કે બંનેએ સગાઈ કરી લીધી છે.'.
હાર્દિક-નતાશાના લગ્ન અને છૂટાછેડા
જણાવી દઈએ કે આ વર્ષે ઑક્ટોબરમાં હાર્દિકે માહિકા સાથેનો પોતાનો સંબંધ કન્ફર્મ કર્યો હતો. ત્યારથી આ બંને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ફોટો શેર કરી રહ્યા છે. આ પહેલા હાર્દિકે નતાશા સાથે લગ્ન કર્યા હતા અને તેમનો એક દીકરો પણ છે. જોકે, ગયા વર્ષે ઑક્ટોબરમાં બંને અલગ થઈ ગયા હતા.








