Sports

VIDEO: હાર્દિક પંડ્યાનો રોમેન્ટિક અંદાજ, ફિફ્ટી ફટકારીને GF માહિકાને આપી ફ્લાઇંગ કિસ

By GS TEAM
19 Dec 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે શુક્રવાર (19 ડિસેમ્બર)ના રોજ માત્ર 16 બોલમાં સાતમી T20 આંતરરાષ્ટ્રીય અડધી સદી પૂરી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: હાર્દિક પંડ્યાનો રોમેન્ટિક અંદાજ, ફિફ્ટી ફટકારીને GF માહિકાને આપી ફ્લાઇંગ કિસ

Hardik Pandya Hits Fifty and Romantic Mood : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે શુક્રવાર (19 ડિસેમ્બર)ના રોજ માત્ર 16 બોલમાં સાતમી T20 આંતરરાષ્ટ્રીય અડધી સદી પૂરી કરી હતી.

હાર્દિક પંડ્યાનું શાનદાર પ્રદર્શન

હાર્દિક પંડ્યા પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો, ત્યારે ભારતે અભિષેક શર્મા, સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવની વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને ઝડપથી સ્કોર કરવાની જરૂર હતી, અને હાર્દિકે મેદાનમાં આવતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે પોતાની ઇનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારતા સીધો કેમેરામેનને વાગ્યો હતો.

આ પછી હાર્દિક પંડ્યાએ સાઉથ આફ્રિકાના સ્પિનર જોર્જ લિંડે સામે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. જેમાં લિંડેની એક ઓવરમાં હાર્દિકે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારતા તે ઓવરમાં 27 રન કર્યા હતા. હાર્દિકે સતત બોલને બાઉન્ડ્રીની બહાર નાખવાની કોશિશ કરી રહ્યો હતો.

અડધી સદી પૂરી થતાં હાર્દિકની ઉજવણી

હાર્દિક પંડ્યાએ કોર્બિન બોશ દ્વારા ફેંકાયેલી ઓવરમાં બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. અડધી સદી પૂર્ણ કર્યા પછી તેણે બેટ ઉંચુ કરીને સ્ટેન્ડમાં હાજર ગર્લફ્રેન્ડ માહિકા શર્માને ફ્લાઈંગ કિસ આપી હતી. હાર્દિક અને માહિકા આ ​​વર્ષની શરૂઆતથી જ ડેટિંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: U19 એશિયા કપ: શ્રીલંકાને હરાવીને ફાઈનલમાં પહોંચ્યું ભારત, પાકિસ્તાન સામે ખરાખરીનો જંગ

હાર્દિક પંડ્યાએ 16 બોલમાં અડધી સદી ફટકારી, જે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ઝડપી અડધી સદી છે. અગાઉ આ રેકોર્ડ અભિષેક શર્માના નામે હતો, જેમણે ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. હાર્દિક પંડ્યા આખરે 25 બોલમાં 63 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ તેની ધમાકેદાર ઇનિંગે ભારતને 231 રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી હતી. 

ભારત માટે સૌથી ઝડપી અડધી સદી (T20 આંતરરાષ્ટ્રીય)

12 બોલ - યુવરાજ સિંહ vs ઈંગ્લેન્ડ, ડરબન, 2007 વર્લ્ડ કપ

16 બોલ - હાર્દિક પંડ્યા vs સાઉથ આફ્રિકા, અમદાવાદ, 2025*

17 બોલ - અભિષેક શર્મા vs ઈંગ્લેન્ડ, વાનખેડે, 2025

18 બોલ - કેએલ રાહુલ vs સ્કોટલેન્ડ, દુબઈ, 2021

18 બોલ - સૂર્યકુમાર યાદવ vs સાઉથ આફ્રિકા, ગુવાહાટી, 2022

આ પણ વાંચો: ભારતીય ટીમે 3-2થી જીતી સીરિઝ, અમદાવાદમાં દક્ષિણ આફ્રિકાને 30 રનથી હરાવ્યું, હાર્દિક-વરૂણ છવાયા

https://www.gujaratsamachar.com/news/sports/ind-vs-sa-5th-t20-cricket-score-updates-ahmedabad-stadium-india-vs-south-africa-13384309423.html

T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 2000 રન અને 100 વિકેટ

મોહમ્મદ નબી (અફઘાનિસ્તાન) - 2417 રન અને 104 વિકેટ

શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) - 2551 રન અને 149 વિકેટ

સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) - 2883 રન અને 102 વિકેટ

વીરનદીપ સિંહ (મલેશિયા) - 3180 રન અને 109 વિકેટ

હાર્દિક પંડ્યા (ભારત) - 2002 રન અને 101 વિકેટ