Sports

હાર્દિક પંડ્યા સાથે સગાઈની અટકળો પર માહિકાએ તોડ્યું મૌન, પ્રેગ્નેન્સીની અફવાઓ પર પણ આપ્યો જવાબ

By GS TEAM
22 Nov 20252 mins read
TukuTouch Logo
ક્રિકેટર હાર્દિક પંડ્યા નતાશા સાથેના છૂટાછેડાના એક વર્ષ પછી મોડેલ, એક્ટ્રેસ અને કન્ટેન્ટ ક્રિએટર માહિકા શર્મા સાથે રિલેશનશિપમાં છે. આ બંને તેમની રોમેન્ટિક તસવીરો અને પૂજાના વીડિયો શેર કરે છે. લગ્નની ચર્ચા વચ્ચે હાલમાં જ સમાચાર આવ્યા હતા કે કપલે સગાઈ કરી લીધી છે અને માહિકા પ્રેગ્નન્ટ છે. આ સમાચારો પર ખુદ માહિકા શર્માએ પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હાર્દિક પંડ્યા સાથે સગાઈની અટકળો પર માહિકાએ તોડ્યું મૌન, પ્રેગ્નેન્સીની અફવાઓ પર પણ આપ્યો જવાબ

Hardik Pandya Mahieka Sharma Post On Engagement: ક્રિકેટર હાર્દિક પંડ્યા નતાશા સાથેના છૂટાછેડાના એક વર્ષ પછી મોડેલ, એક્ટ્રેસ અને કન્ટેન્ટ ક્રિએટર માહિકા શર્મા સાથે રિલેશનશિપમાં છે. આ બંને તેમની રોમેન્ટિક તસવીરો અને પૂજાના વીડિયો શેર કરે છે. લગ્નની ચર્ચા વચ્ચે હાલમાં જ સમાચાર આવ્યા હતા કે કપલે સગાઈ કરી લીધી છે અને માહિકા પ્રેગ્નન્ટ છે. આ સમાચારો પર ખુદ માહિકા શર્માએ પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

માહિકાએ સગાઈની અટકળો પર જવાબ આપ્યો

એક ગુલાબી દિલ સાથેની પોસ્ટમાં માહિકાએ ઇન્ટરનેટ પર ચાલી રહેલા સગાઈના સમાચારો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'હું ઇન્ટરનેટ પર જોઈ રહી છું કે મારી સગાઈનો નિર્ણય થઈ ગયો છે, પણ હું જણાવી દઉં કે હું દરરોજ સારી જ્વેલરી પહેરું છું.'


પ્રેગ્નેન્સીની અફવાઓ પર પણ આપ્યો જવાબ

ત્યારબાદ, માહિકાએ બીજી પોસ્ટ પણ કરી, જેમાં ગુલાબી રંગની બાળકોની ગાડીમાં બેઠેલી એક છોકરીને બતાવવામાં આવી હતી. તેણે આ પોસ્ટ સાથે લખ્યું, 'પ્રેગ્નન્સીના સમાચારનો સામનો કરવા માટે, શું મારે આ ગાડીમાં આવી જવું જોઈએ?'


હાર્દિક-માહિકાનો સંબંધ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર

માહિકા શર્માની આ બંને પોસ્ટ્સ વાઇરલ થઈ રહી છે અને લોકો કમેન્ટ કરી રહ્યા છે. આ પોસ્ટ્સ ત્યારે આવી છે જ્યારે માહિકા અને હાર્દિકનો સંબંધ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બનેલો છે. આ સંજોગોમાં લોકો ફરીથી માની રહ્યા છે કે માહિકા આ ​​પોસ્ટ્સ દ્વારા સગાઈના સમાચારો છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. હાર્દિક પંડ્યાના ફેન્સ તેને અને માહિકાને શુભેચ્છાઓ આપી રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકો નતાશાને હીરા અને માહિકાને સોના સાથે સરખાવી રહ્યા છે.

આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર આવી ઘટના, ત્રણ ઈનિંગમાં રન બને એ પહેલા જ વિકેટ પડી

2020માં નતાશા સાથે કર્યા હતા લગ્ન 

હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં એક્ટ્રેસ અને મોડેલ નતાશા સાથે લગ્ન કર્યા હતા. નતાશા લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ જતાં, કપલે લગ્ન ખૂબ ગુપ્ત રાખ્યા હતા અને પછીથી ધામધૂમથી ઉજવ્યા હતા. જોકે, લગભગ 4 વર્ષના સંબંધ પછી, કપલના સંબંધોમાં ખટાશ આવી અને 2024માં તેમના છૂટાછેડા થયા. હવે હાર્દિકના જીવનમાં નતાશાનું સ્થાન માહિકાએ લીધું છે, જેના કારણે લોકો નતાશા અને માહિકાની સરખામણી કરી રહ્યા છે.