Get The App

હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામેની મેચમાં રચ્યો ઈતિહાસ, યુજવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડ્યો

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News

હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામેની મેચમાં રચ્યો ઈતિહાસ, યુજવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડ્યો 1 - image

Image Source: IANS 

Hardik Pandya Stats In Asia Cup: એશિયા કપ 2025માં આજે સુપર-4ની બીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતની ટીમ આ મેચ જીતશે તો એશિયા કપની ફાઇનલની નજીક પહોંચી જશે. ત્યારે હવે આ મેચમાં હાર્દિક પંડ્યા એક મોટો રેકોર્ડ હાંસલ કરી લીધો છે. હાર્દિકે પાકિસ્તાન સામે લીગ સ્ટેજમાં રમાયેલી મેચમાં પહેલા જ બોલમાં વિકેટ લીધી હતી, આ સાથે જ તેણે યુજવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હાર્દિકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ફખર ઝમાનને આઉટ કરતા જ ચહલને પછાડી દીધો છે. તેમના ખાતામાં હાલ 118 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 97 વિકેટ છે. ત્યારે, ચહલે ભારત માટે સૌથી નાના ફોર્મેટમાં 80 મેચો રમીને 96 વિકેટ પોતાના નામે કરી.

35 વાર્ષીય ચહલ લાંબા સમયથી ભારતીય ટીમના સેટઅપનો ભાગ નથી. ચહલે ભારત તરફથી છેલ્લી મેચ ઓગસ્ટ 2023માં રમાઈ હતી. T20Iમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બોલર અર્શદીપ સિંહના નામે દાખલ છે. તેમણે 64 મેચોમાં 100 વિકેટ લીધી છે. તેમને પાકિસ્તાન સામે મેચમાં રમવાનો મોકો નથી મળ્યો. સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં સ્ટાર પેસર બુમરાહ ચોથા નંબર પર છે. તેમણે અત્યાર સુધીમાં 73 મેચોમાં 92 વિકેટ ઝડપી છે. બુમરાહ બાદ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (87 મેચોમાં 90 વિકેટ) છે.

હાર્દિકનો 'મહા રેકોર્ડ' ના તૂટી શક્યો!

એશિયા કપ 2025 આ વખતે T20 ફોર્મેટમાં રમાઈ રહી છે. હાર્દિક T20 એશિયા કપમાં સૌથી વધારે વિકેટ લેવાના મામલે બીજા નંબર છે. જો આજે પાકિસ્તાન સામેની મેચમાં તેણે બે વિકેટ ઝડપી હોત તો તે T20 એશિયા કપમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર બની જશે. T20 એશિયા કપમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરમાં આ સમયે અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાન અને શ્રીલંકાના ખેલાડી વાનિંદુ હસરંગા ટોચના સ્થાને છે. આ બંને ખેલાડીએ એશિયા કપમાં 14-14 વિકેટ લેવામાં સફળ રહ્યા છે. ત્યારે આ યાદીમાં બીજા નંબર પર છે હાર્દિક પંડ્યા. જોકે હાર્દિક પંડ્યાએ આ ખેલાડીઓને પાછળ છોડવાની એક મોટી તક ગુમાવી છે. આ યાદીમાં હાર્દિક સાથે બીજા નંબર પર ભારતનો દિગ્ગજ બોલર ભુવનેશ્વર કુમારનું નામ પણ છે. ભારતના આ બંને ખેલાડીએ 13-13 વિકેટ લેવામાં સફળતા મેળવી છે. 




Tags :