Sports

દ.આફ્રિકાને રગદોળ્યા બાદ હાર્દિક પંડ્યાએ પ્રેમ સંબંધોની પુષ્ટી કરી, માહિકાનો જવાબ વાઈરલ

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 ડિસેમ્બરે પાંચ મેચોની T20 સીરિઝનો પહેલો મુકાબલો રમાયો હતો. જેમાં ભારતીય ટીમે 101 રનથી ભવ્ય જીત હાંસલ કરી છે. આ મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યાએ ધમાકેદાર પ્રદર્શન કરીને 28 બોલમાં અણનમ તાબડતોડ 59 રન બનાવ્યા હતા. બીજી તરફ તેણે એક વિકેટ પણ ઝડપી હતી. તેના આ શાનદાર પ્રદર્શનના કારણે તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. હવે દ.આફ્રિકાને રગદોળ્યા બાદ હાર્દિક પંડ્યાએ પોતાના પ્રેમ સંબંધની પુષ્ટી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દ.આફ્રિકાને રગદોળ્યા બાદ હાર્દિક પંડ્યાએ પ્રેમ સંબંધોની પુષ્ટી કરી, માહિકાનો જવાબ વાઈરલ

Hardik Pandya Confirms Relationship Mahieka Sharma: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 ડિસેમ્બરે પાંચ મેચોની T20 સીરિઝનો પહેલો મુકાબલો રમાયો હતો. જેમાં ભારતીય ટીમે 101 રનથી ભવ્ય જીત હાંસલ કરી છે. આ મેચમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યાએ ધમાકેદાર પ્રદર્શન કરીને 28 બોલમાં અણનમ તાબડતોડ 59 રન બનાવ્યા હતા. બીજી તરફ તેણે એક વિકેટ પણ ઝડપી હતી. તેના આ શાનદાર પ્રદર્શનના કારણે તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. હવે દ.આફ્રિકાને રગદોળ્યા બાદ હાર્દિક પંડ્યાએ પોતાના પ્રેમ સંબંધની પુષ્ટી કરી છે.

બીજી તરફ આ મેચમાં હાર્દિકે 100 T20 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. એશિયા કપમાં ક્વાડ્રિસેપ્સની ઈજાને કારણે પંડ્યા બે મહિનાથી વધુ સમય માટે ક્રિકેટથી દૂર રહ્યો હતો. ત્યારબાદ તેણે કટકમાં ધમાકેદાર વાપસી કરી.

પંડ્યાએ આ દરમિયાન પોતાની ઈજા અંગે પણ વાત કરી અને પોતાની સાથે જોડાયેલા ખાસ લોકો વિશે પણ વાત કરી. BCCIએ આ વીડિયો શેર કર્યો છે. 



દ.આફ્રિકાને રગદોળ્યા બાદ હાર્દિક પંડ્યાએ પ્રેમ સંબંધોની પુષ્ટી કરી

પંડ્યાએ કટક T20 પછી કહ્યું કે, 'ઘણી વખત જ્યારે તમે ઈન્જર્ડ થાવ છો, ત્યારે તે તમારી ટેસ્ટ લે છે, તે મેન્ટલી તમને ઘણી વાર શંકામાં નાખી દે છે. પરંતુ હું તેના માટે મારા પ્રિયજનો (loved ones)નો આભાર માનવા માગુ છું.' આમ કહ્યા પછી તરત હાર્દિકે આગળ કહ્યું કે, હું મારી પાર્ટનરને સ્પેશિયલ મેન્શન કરવા માગુ છું, તે જ્યારથી મારી લાઈફ (માહિકા શર્માનું નામ નથી લીધું)માં આવી છે, ત્યારથી મારી લાઈફમાં બધુ સારું થઈ રહ્યું છે. 

માહિકાનો જવાબ વાઈરલ 

બીજી તરફ હાર્દિક પંડ્યાની પાર્ટનર અને ગર્લફ્રેન્ડ મહિકા શર્માએ પણ BCCIના આ વીડિયો પર રિએક્ટ કર્યું છે. આનાથી એક રીતે બંને વચ્ચેના પ્રેમ સબંધની પુષ્ટિ થઈ ગઈ છે.


માહિકાએ BCCIની આ પોસ્ટ પર ઈમોજી શેર કર્યું અને કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, 'તારા જેવું કોઈ નથી મારા રાજા (NO one like you my king).' હવે માહિકાનો આ જવાબ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, હાર્દિક અને માહિકા તાજેતરમાં ઘણી વખત એક સાથે જોવા મળ્યા છે. હાર્દિકે પોતે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર માહિકા સાથેના ઘણા ફોટા શેર કર્યા છે.