અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા પર દારોમદાર; પંત-બુમરાહને આરામ, એશિયા કપમાં આવી હોઈ શકે ભારતની પ્લેઈંગ-11
Image Source: IANS |
Team India for Asia Cup 2025: શુભમન ગિલના કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડની ટીમ સામે ભારતીય ટીમનું સારું પ્રદર્શન રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ 5 મેચની સીરિઝમાં 2-2થી બરોબર કરી સીરિઝને ડ્રો કરી છે. હવે ઇંગ્લેન્ડનો પ્રવાસ પૂરો થયા બાદ હવે ભારતીય ટીમને બ્રેક મળ્યો છે. હવે ટીમ સપ્ટેમ્બર મહિનામાં UAEમાં એશિયા કપ રમશે. UAE ના અબૂ ધાબી અને દુબઈમાં આયોજીત એશિયા કપમાં ભારતીય ટીમને પાકિસ્તાન, યુએઈ અને ઓમાન સાથે ગ્રુપ-એમાં સામેલ કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ-બીમાં શ્રીલંકા,બાંગ્લાદેશ અને હૉંગકૉંગની ટીમને રાખવામાં આવી છે.
એશિયા કપ 2025માં ભારતીય ટીમ પહેલી મેચ 10 સપ્ટેમ્બરે યુએઇ સામે રમશે. પછી ભારતીય ટીમ દુબઈમાં જ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે.ભારતીય ટીમની છેલ્લી ગ્રુપ મેચ 19 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં ઓમાન સામે રમાશે. સુપર-4 સ્ટેજમાં ભારતીય ટીમને પહોંચવાની પૂરી સંભાવના છે, જ્યાં ટીમને ત્રણ મેચ રમવાની રહેશે અને ટુર્નામેન્ટની ફાઇનલ મેચ દુબઈમાં રમાશે.
આ પણ વાંચો : ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે સિરાજના કર્યા વખાણ, કહ્યું - 'અદ્ભુત પ્રદર્શન...'
સુર્યકુમાર, પંતની ફિટેનેસ પર શંકા
એશિયા કપ ટૂર્નામેન્ટ શરૂ થવાની પહેલા એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ટી 20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવ સ્પોર્ટ્સ હર્નિયાથી પીડાઈ રહ્યો છે. એટલે હજી સુધી એવા કોઈ સંકેત પ્રાપ્ત થયા નથી કે તે આ ટુર્નામેન્ટમાં રમી શકે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે જસપ્રીત બુમરાહ આ ટુર્નામેન્ટમાં નહીં રમે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ પૂર્ણ થયા પછી બુમરાહને આરામ આપવા માગે છે. આ સંજોગે ભારતના સ્ટાર બોલર માટે એશિયા કપ રમવું મુશ્કેલ છે. જો આ બંને ખેલાડીઓ એશિયાકપ નહીં રમે તો તે ટી 20 વર્લ્ડકપ જરૂર રમી શકે છે.
શ્રેયસ અય્યરની વાપસી થઇ શકે છે
રિપોર્ટ પ્રમાણે બોર્ડ એશિયાકપ માટે ભારતીય ટીમમાં શુભમન ગિલ, યશસ્વી જાયસ્વાલ અને સાઈ સુદર્શનને સામેલ કરી શકે છે. ત્યારે આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરને પણ સ્થાન મળી શકે છે. તે સિવાય સંજૂ સેમસન, તિલક વર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ ભારતીય ટીમની બેટિંગ સાઈડને મજબુત બનાવી શકે છે.
રિષભ પંતને લઈને સસ્પેન્સ
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો અને તેના જમણા પગમાં ઈજા થઈ હતી, તેથી તે સમયસર ફિટ થઈ શકશે કે નહીં તો તે આ ટુર્નામેન્ટની બહાર રહી શકે છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરને ઓલરાઉન્ડર તરીકે એશિયા કપ માટે ટીમમાં સામેલ કરી શકાય છે, જ્યારે અર્શદીપ સિંહ, પ્રસિધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજને બોલિંગ યુનિટમાં ઝડપી બોલર તરીકે ચાન્સ મળી શકે, જ્યારે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી સ્પિન બોલિંગની જવાબદારી સંભાળી શકે છે.
એશિયા કપ 2025 માટે ભારતની સંભવિત સ્કવૉડ
હાર્દિક પંડયા (કેપ્ટન), શુભમન ગિલ, સંજુ સેમસન, અભિષેક શર્મા, શ્રેયસ અય્યર, તિલક વર્મા, રીંકુ સિંહ, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા/ યશ દયાલ/ પ્રસિધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.