Sports

અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ગુજરાતી ક્રિકેટરનો પણ ગયો જીવ, ટીમે આપી શ્રદ્ધાંજલિ

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં એક સિવાય બધા મુસાફરોના મોત થયા હતા. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમજ એવા અહેવાલો આવી રહ્યા છે કે આ વિમાન દુર્ઘટનામાં 23 વર્ષીય ગુજરાતી ક્રિકેટર દીર્ધ પટેલનું પણ મૃત્યુ થયું છે, જે હડર્સફિલ્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબ માટે ક્રિકેટ રમતો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ગુજરાતી ક્રિકેટરનો પણ ગયો જીવ, ટીમે આપી શ્રદ્ધાંજલિ

Ahmedabad Plane Crash Cricketer Dirdh Patel Death: 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં એક સિવાય બધા મુસાફરોના મોત થયા હતા. આ ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમજ એવા અહેવાલો આવી રહ્યા છે કે આ વિમાન દુર્ઘટનામાં 23 વર્ષીય ગુજરાતી ક્રિકેટર દીર્ધ પટેલનું પણ મૃત્યુ થયું છે, જે હડર્સફિલ્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબ માટે ક્રિકેટ રમતો હતો. 

લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબે આપી શ્રદ્ધાંજલિ

લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, 'અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં લીડ્સ મોડર્નિયન્સ સીસીના દીર્ધ પટેલના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેઓ પૂલ સીસીના ભૂતપૂર્વ ખેલાડી કૃતિક પટેલના ભાઈ છે.'


23 વર્ષીય ગુજરાતી ક્રિકેટર દીર્ધ પટેલનું મોત

દીર્ધ પટેલે વર્ષ 2024 માં માસ્ટર ડિગ્રીના અભ્યાસ  દરમિયાન 20 મેચમાં 312 રન બનાવ્યા અને 29 વિકેટ લીધી. આ વર્ષે તેણે માસ્ટર્સ ડિગ્રી પૂરી કરી અને નવી નોકરીમાં સ્થાયી થયા પછી તેનો ઇરાદો ઓવરસીઝ બોર્ન ઇંગ્લિશ રેસિડેન્ટ ખેલાડી તરીકે રજીસ્ટ્રેશન કરાવવાનો હતો. તેમના પ્રોફેસર અને ક્રિકેટ ક્લબે તેમના અકાળ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. 

આ પણ વાંચો: 5 નહીં હવે આટલા દિવસ રમશે ટેસ્ટ મેચ, 90ને બદલે 98 ઓવર: ICC લાવી રહ્યું છે નવા નિયમો

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના સંબંધિત દુઃખદ સમાચાર સતત બહાર આવી રહ્યા છે. બોઇંગ 787 ડ્રીમલાઇનર (AI171) માં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિમાન ટેક ઓફ કર્યા પછી નજીકના મેડિકલ કોલેજ કેમ્પસ સાથે અથડાઈને ક્રેશ થયું હતું.