IPL 2026: IPL 2026માંથી વધુ એક ખેલાડી બહાર થઈ ગયો છે. આ વખતે ગુજરાત ટાઈટન્સને ઝટકો લાગ્યો છે, જેનો વિકેટકીપર-બેટર ટોમ બેન્ટન બહાર થઈ ગયો છે. ટોમ બેન્ટનને અત્યાર સુધીમાં એકપણ મેચમાં મોકો નથી મળ્યો. ટોમ બેન્ટનના IPLથી બહાર થવાનું અસલી કારણ તેની ઈજા છે. આ ખેલાડીને આંગળીમાં ઈજા પહોંચી છે, જેના કારણે તે એકપણ મેચ રમ્યા વગર ટીમની બહાર થઈ ગયો છે.
ગુજરાતે સાઉથ આફ્રિકાના બેટર કૉનર એસ્ટરહુઇઝનને કર્યો સાઇન
બેન્ટન ટી20માં અનુભવી ખેલાડી છે. તેમની ટી20 ફોર્મેટમાં 4 સદી છે અને તે પાંચ હજારથી વધુ રન બનાવી ચૂક્યો છે. બેન્ટનને ગુજરાતે 75 લાખ રૂપિયા ખરીદ્યો હતો. બેન્ટનની જગ્યાએ જ્યારે ગુજરાતે સાઉથ આફ્રિકાના બેટર કૉનર એસ્ટરહુઇઝનને સાઇન કર્યો છે. આ ખેલાડીને સાઉથ આફ્રિકા માટે ટી20 ઈન્ટરનેશનલમાં 5 મેચોમાં 50ની સરેરાશથી 200 રન બનાવ્યા છે. તે 2 અડધી સદી ફટકારી ચૂક્યો છે. ગુજરાત ટાઈટન્સને પોતાની આગામી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમવાની છે. ગુજરાતે 4માંથી 2 મેચ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે.


