Get The App

મેક્સવેલે વન-ડેમાંથી જાહેર કરી નિવૃત્તિ, ભાવુક થઈ કહ્યું- હું સ્વાર્થી બનીને રમવા નથી માંગતો

Updated: Jun 2nd, 2025

GS TEAM


Google News
Google News
મેક્સવેલે વન-ડેમાંથી જાહેર કરી નિવૃત્તિ, ભાવુક થઈ કહ્યું- હું સ્વાર્થી બનીને રમવા નથી માંગતો 1 - image


Glenn Maxwell ODI Retirement: ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આજે 2 જૂન, 2025ના રોજ વનડે ઈન્ટરનેશનલ (ODI) ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. 35 વર્ષીય મેક્સવેલે 13 વર્ષ પછી આખરે ક્રિકેટના વન-ડે ફોર્મેટને અલવિદા કરી દીધી છે. તેના અચાનક નિવૃત્તિના નિર્ણયે ચાહકોને ચોંકાવ્યા છે. મેક્સવેલે નિવૃત્તિ લેવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.

ટી20 પર ફોકસ કરવા માગે છે

આ નિર્ણય જાહેર કરતા ગ્લેન મેક્સવેલે કહ્યું કે, ‘હું હવે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટ પર વધુ ફોકસ કરવા માંગુ છું. ખાસ કરીને 2026માં યોજાનારી ટી20 વર્લ્ડ કપ પર ફોકસ કરીશ.’

મેક્સવેલે 25 ઓગસ્ટ, 2012ના રોજ ક્રિકેટમાં વનડે રમવાની શરૂઆત કરી હતી. તેણે અફઘાનિસ્તાન વિરૂદ્ધ શારજહાંમાં પહેલી વનડે મેચ રમી હતી, જેમાં તે ફક્ત બે રન ફટકારી શક્યો હતો. અંતિમ વનડે ક્રિડેટ મેચ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત વિરૂદ્ધ સેમિફાઈનલમાં રમી હતી, જેમાં તેણે માત્ર સાત રન બનાવ્યા હતાં. 

હું ટીમ માટે સંપૂર્ણ ફિટ નથીઃ મેક્સવેલ

મેક્સવેલે એક પોડકાસ્ટમાં પોતાના વનડેમાંથી નિવૃત્તિ વિશે જણાવ્યું કે, ‘જો મને લાગતું હોત કે, હું મારી ટીમ માટે શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યો છું, તો હું ક્યારેય વનડેથી અલગ ન થયો હોત. પરંતુ મારા સ્વાર્થ માટે હું રમવા માગતો નથી. હું વનડે રમવા સંપૂર્ણ ફિટ નથી. ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર જ્યોર્જ બેઈલી સાથે આ મુદ્દે વાતચીત થઈ હતી. 2022માં મારા પગમાં ગંભીર ઈજા થઈ હતી. તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમ્યા બાદ તેમાં ફરી દુખાવો શરૂ થયો હતો. 2027ના વર્લ્ડ કપ વિશે અમે ચર્ચા કરી. મને નથી લાગતું કે, હું સારૂ પર્ફોર્મન્સ આપી શકીશ. મારૂં સ્થાન અન્ય ખેલાડીને આપવાનો સમય આવી ગયો છે.’ 

મેક્સવેલે વન-ડેમાંથી જાહેર કરી નિવૃત્તિ, ભાવુક થઈ કહ્યું- હું સ્વાર્થી બનીને રમવા નથી માંગતો 2 - image

Tags :