Get The App

તામિલ ભાષામાં કંકોત્રી છપાવાઈ, સ્ટાર ઓસી ક્રિકેટર મેક્સવેલ અને તેની ભારતીય ગર્લફ્રેન્ડ બહુ જલદી લગ્ન કરશે

Updated: Feb 15th, 2022

GS TEAM

Google News
Google News
તામિલ ભાષામાં કંકોત્રી છપાવાઈ, સ્ટાર ઓસી ક્રિકેટર મેક્સવેલ અને તેની ભારતીય ગર્લફ્રેન્ડ બહુ જલદી લગ્ન કરશે 1 - image


કેનબેરા, તા. 15. ફેબ્રુઆરી 2022 મંગળવાર

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ક્રિકેટર ગ્લેન મેક્સવેલ પોતાની ભારતીય મૂળની ગર્લફ્રેન્ડ વિની રમન સાથે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યો છે.

જોકે મેક્સવેલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યુ નથી પણ સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની કંકોત્રી વાયરલ થઈ રહી છે.સાઉથની એક્ટ્રેસ કસ્તૂરી શંકરે તેમની કંકોત્રીની તસવીર સોશિયલ મીડિયા પર મુકી છે.

ખાસ કરીને ભારતીય સ્ટાઈલમાં આ કાર્ડ છપાવાયુ છે.તામિલ સ્ટાઈલમાં છપાયેલા કાર્ડને જોઈને લાગે છે કે, કદાચ આ કપલ તામિલ પરંપરા પ્રમાણે લગ્ન ના કરે.ઈન્વિટેશન કાર્ડ પર ગણપતિની પણ તસવીર છે અને તામિલ ભાષામાં કંકોત્રી પર લખાણ છે.

મેક્સવેલ હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી તો રમે જ છે અને સાથે સાથે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી તે રમે છે.આ વખતે તે કેપ્ટન તરીકેનો દાવેદાર પણ છે.

Tags :