ધાર્યા કરતાં સારું રમી ટીમ ઈન્ડિયા! પંત, ગિલ અને યશસ્વી તોડ્યા રેકોર્ડ: જુઓ લિસ્ટ
India vs England, 1st Test, 1st Day Records: ઈંગ્લેન્ડના લીડ્સમાં હેડિંગ્લી ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝના પહેલા જ દિવસથી ભારતના ધુરંધર બેટરોએ ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે.
ઋષભ પંતે તોડ્યો એમએસ ધોનીનો રેકોર્ડ
ઋષભ પંતે SENA (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા) દેશોની જમીન પર વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ધોનીએ SENA દેશોની જમીન પર 1731 રન બનાવ્યા હતા, જ્યારે પંતના નામે હવે 1734 રન થઈ ગયા છે. જણાવી દઇએ કે ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં તેણે 146 બોલમાં 7મી ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. રિષભ પંતે ભારતીય વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે.
વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય ખેલાડીઓનું લિસ્ટ:
રિષભ પંત- 7
મહેન્દ્ર સિંહ ધોની- 6
રિદ્ધિમાન સાહા- 3
યશસ્વી જયસ્વાલના નામે નવી સિદ્ધિ
યશસ્વી જયસ્વાલે ઈંગ્લેડ સામેની પહેલી જ ટેસ્ટ સીરિઝના પહેલા જ દિવસે સદી ફટકારનારા દેશનો પહેલો ઓપનર બેટ્સમેન બન્યો છે. પહેલા ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં તેણે 159 બોલમાં 63.52ની સ્ટ્રાઈક રેટથી 101 રન બનાવ્યા હતા. તેણે 16 ફોર ને એક સિક્સ ફટકારી હતી.
શુભમન ગિલ બન્યા સદી ફટકારનાર ડેબ્યૂ કેપ્ટનશિપના ચોથો ખેલાડી
કેપ્ટન તરીકે પહેલી ટેસ્ટ મેચ રમતા પહેલી જ ઇનિંગમાં સદી ફટકારવાની સિદ્ધિમાં શુભમન ગિલ દેશનો ચોથો કેપ્ટન બન્યો છે. તેના પહેલાં આ સિદ્ધિ પૂર્વ ક્રિકેટર વિજય હઝારે, સુનીલ ગાવસ્કર અને વિરાટ કોહલીના નામે નોંધાયેલી હતી. જોકે,ગઈ કાલે ફટકારેલી સદી સાથે ગિલ પણ આ વિશેષ યાદીમાં સામેલ થયો. તેણે 227 બોલમાં 147 રન બનાવ્યા હતા.
ક્રિસ વોક્સનો અનોખો રેકોર્ડ
ઇંગ્લેન્ડની ધરતી પર ક્રિસ વોક્સ ટેસ્ટ મેચ રમતો પહેલી ઇનિંગમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્ટ્રાઈક રેટની સિદ્ધિમાં સૌથી આગળ નીકળી ગયો છે. તેની પહેલાં આ મોટી સિદ્ધિ મેલ્કમ માર્શલના નામે હતી, જેનો સ્ટ્રાઈક રેટ 44.5 હતો. પરંતુ વોક્સે તેને પાછળ છોડીને આ મોટી સિદ્ધિ મેળવી છે.