Sports

'ગિલને ખબર જ નથી કે કેપ્ટન હોવાનો અર્થ શું છે', દિગ્ગજ ક્રિકેટરે કર્યો શુભમનનો વિરોધ

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ 20 જૂનથી શરૂ થશે. લીડ્સની પહેલી મેચ રમાય તે પહેલા ભારતીય ટીમના નવા કેપ્ટન શુભમન ગિલની ખૂબ ચર્ચા થઈ રહી છે. રોહિત શર્માએ નિવૃત્તિ લીધા પછી ટીમની કમાન ગિલ સંભાળી રહ્યો છે. સીરિઝ પહેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે તેની પર અનેક સવાલો ઉઠાવ્યા છે. કાર્તિકનું માનવું છે કે ગિલ નથી સમજતો કે ભારતીય ટીમનો કેપ્ટનનો શું અર્થ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગિલને ખબર જ નથી કે કેપ્ટન હોવાનો અર્થ શું છે', દિગ્ગજ ક્રિકેટરે કર્યો શુભમનનો વિરોધ

India vs England: ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ 20 જૂનથી શરૂ થશે. લીડ્સની પહેલી મેચ રમાય તે પહેલા ભારતીય ટીમના નવા કેપ્ટન શુભમન ગિલની ખૂબ ચર્ચા થઈ રહી છે. રોહિત શર્માએ નિવૃત્તિ લીધા પછી ટીમની કમાન ગિલ સંભાળી રહ્યો છે. સીરિઝ પહેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે તેની પર અનેક સવાલો ઉઠાવ્યા છે. કાર્તિકનું માનવું છે કે ગિલ નથી સમજતો કે ભારતીય ટીમનો કેપ્ટનનો શું અર્થ છે. 

ભારતીય ટીમ 2007 પછી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ ક્યારેય જીતી નથી. ટીમને છેલ્લી જીત રાહુલ દ્રવિડની કેપ્ટનશિપમાં મળી હતી. ત્યાર બાદ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ક્રિકેટરોની કેપ્ટનશિપમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. 18 વર્ષ પહેલા જીતેલી ટેસ્ટ સીરિઝમાં કાર્તિકનું મહત્ત્વનું યોગદાન હતું. તેણે ત્રણ ટેસ્ટની સીરિઝમાં સૌથી વધારે રન બનાવ્યા હતા. 

કાર્તિકે શું કહ્યું ? 

IPLમાં RCBના મેન્ટોર બનેલા કાર્તિકે કહ્યું, ''ગિલને  પોતાની બેટિંગ પોઝિશનની વિશાળતાનો અહેસાસ નથી થયો અને તે ભવિષ્યના પડકારોથી અજાણ છે. ઘણી મજબૂત ટીમો ઈંગ્લેન્ડ આવી છે અને તેમને ખરેખર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, મને ખરેખર નથી લાગતું કે તેણે હજુ સુધી ભારત માટે ટેસ્ટ કેપ્ટન બનવાનો અર્થ સમજ્યો હોય. તે સિંહની ગુફામાં જઈ રહ્યો છે. ક્રિકેટના દેશ તરીકે ઓળખાતા ઈંગ્લેન્ડમાં આવવું સરળ નથી. ઘણી ચેમ્પિયન ટીમો અહીં આવી છે અને તેમને ખૂબ મુશ્કેલી પડી છે.'' 

ઈંગ્લેન્ડની નબળી બોલિંગ 

કાર્તિકે આગળ જણાવ્યું કે, ''શુભમન ગિલ સામે ઈંગ્લેન્ડની બોલિંગ સૌથી નબળી છે. આ એક સારી વાત છે જે મને જોવા મળી. ઈંગ્લેન્ડના બોલરો ગિલ પર વધારે દબાણ બનાવી રાખશે. ઈંગ્લેન્ડ બેટિંગ દ્વારા ચોક્કસપણે ભારતીય ટીમ પર દબાણ લાવશે, પરંતુ બોલિંગ એ એક એવું ક્ષેત્ર છે જે ઈંગ્લેન્ડ માટે હજુ પણ વિકાસના તબક્કામાં છે. આ ભારત માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે''