Sports

'આવા ખેલાડીઓને તો હરાજીમાં સામેલ જ ના કરવા જોઈએ..' IPL ઓક્શન અગાઉ ગાવસ્કર ભડક્યો

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
ભારતના પૂર્વ દિગ્ગજ કેપ્ટન સુનીલ ગાવસ્કરે IPL 2026 ના મિની-ઓક્શન પહેલા એક કડક નિવેદન આપ્યું છે, જેણે ક્રિકેટ ચાહકોમાં ચર્ચા જગાવી છે. ગાવસ્કરે એવા વિદેશી ખેલાડીઓની આલોચના કરી છે જેઓ સમગ્ર સિઝન માટે ઉપલબ્ધ નથી હોતા અને IPL પ્રત્યે અનાદર દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આવા ખેલાડીઓને તો હરાજીમાં સામેલ જ ના કરવા જોઈએ..' IPL ઓક્શન અગાઉ ગાવસ્કર ભડક્યો

Sunil Gavaskar on IPL Auction : ભારતના પૂર્વ દિગ્ગજ કેપ્ટન સુનીલ ગાવસ્કરે IPL 2026 ના મિની-ઓક્શન પહેલા એક કડક નિવેદન આપ્યું છે, જેણે ક્રિકેટ ચાહકોમાં ચર્ચા જગાવી છે. ગાવસ્કરે એવા વિદેશી ખેલાડીઓની આલોચના કરી છે જેઓ સમગ્ર સિઝન માટે ઉપલબ્ધ નથી હોતા અને IPL પ્રત્યે અનાદર દર્શાવે છે.

ક્યાં યોજાવાની છે આઈપીએલની આ વખતની હરાજી? 

IPL 2026 માટે મિની-ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં થવાનું છે. આ હરાજી પહેલાં ઓસ્ટ્રેલિયન વિકેટકીપર-બેટ્સમેન જોશ ઇંગ્લિસે જાહેર કર્યું છે કે તે તેની લગ્ન સમારંભને કારણે આખી સિઝન માટે ઉપલબ્ધ નહીં રહે. ઇંગ્લિસ, જે અગાઉ પંજાબ કિંગ્સનો ભાગ હતો અને ₹2 કરોડની બેઝ પ્રાઇઝ પર રજીસ્ટર થયો છે, તેના આ નિર્ણય પર ગાવસ્કર ગુસ્સે ભરાયા છે.

કોના પર ભડક્યો ગાવસ્કર 

સુનીલ ગાવસ્કરે આ ખેલાડીઓના નિર્ણય પર સખત નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે કેટલાક ખેલાડીઓ એવા છે જેમણે પોતાને મર્યાદિત સમય માટે જ IPL માટે ઉપલબ્ધ કરાવ્યા છે. જો આ ખેલાડીઓના મનમાં IPL માટે સન્માન નથી, તો તેમને હરાજીમાં બિલકુલ હોવા જ ન જોઈએ."

એક પણ સેકન્ડ ન બગાડવી જોઇએ 

ગાવસ્કરે ભારપૂર્વક કહ્યું કે, "જો કોઈ ખેલાડી માટે IPL કરતાં વધુ મહત્ત્વપૂર્ણ કંઈપણ હોય (દેશના હિત સિવાય), તો હરાજીમાં આવા ખેલાડીઓ પર એક સેકન્ડ પણ બગાડવી ન જોઈએ. IPL વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે, અને જે કોઈ પણ તેને હળવાશથી લે છે, તેના પર વિચારણા થવી ન જોઈએ."

અનકેપ્ડ ખેલાડીઓની તરફેણ કરી 

આ સાથે જ ગાવસ્કરે અનકેપ્ડ (જે ભારતીય ખેલાડીઓએ દેશનું પ્રતિનિધિત્વ નથી કર્યું) ખેલાડીઓની સેલેરી કેપ (Salary Cap) પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે યુવા ખેલાડીઓ ઓક્શનમાં માત્ર 16 દિવસના ક્રિકેટ માટે મોટી રકમ મેળવે છે, જે તેમની રણજી ટ્રોફીની સેલરી કરતા અનેક ગણી વધારે હોય છે. "આમાંથી ઘણા ખેલાડીઓને તક પણ મળતી નથી અને તેઓ એક-બે સિઝન પછી ગાયબ થઈ જાય છે. આપણે આ બધામાંથી કંઈક શીખવું જોઈએ.