Sports

પહેલી ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમમાં મોટા ફેરફારના સંકેત, બુમરાહને આરામ તો શાર્દુલને ટીમ બહાર કરાઈ શકે

By GS TEAM
27 Jun 20252 mins read
TukuTouch Logo
ભારતીય ટીમની ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત હાર સાથે થઈ હતી. લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં 5 સદી ફટકારવા છતાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીરિઝની બીજી મેચ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાશે. પહેલી ટેસ્ટમાં ભારતને નબળી ફિલ્ડિંગ અને નબળી બોલિંગને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને શુભમન ગિલની જોડી પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. એવા અહેવાલો છે કે જસપ્રીત બુમરાહને તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે. જ્યારે શાર્દુલ ઠાકુર બહાર કરાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પહેલી ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમમાં મોટા ફેરફારના સંકેત, બુમરાહને આરામ તો શાર્દુલને ટીમ બહાર કરાઈ શકે

India VS England 2nd Test: ભારતીય ટીમની ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત હાર સાથે થઈ હતી. લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં 5 સદી ફટકારવા છતાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીરિઝની બીજી મેચ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાશે. પહેલી ટેસ્ટમાં ભારતને નબળી ફિલ્ડિંગ અને નબળી બોલિંગને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને શુભમન ગિલની જોડી પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. એવા અહેવાલો છે કે જસપ્રીત બુમરાહને તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે. જ્યારે શાર્દુલ ઠાકુર બહાર કરાઈ શકે છે.

શાર્દુલ ઠાકુર નબળું પ્રદર્શન

કેપ્ટન શુભમન ગિલે બોલર તરીકે શાર્દુલ ઠાકુરનો વધુ ઉપયોગ કર્યો ન હતો. જ્યારે ભારતે ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં લગભગ 101 ઓવર ફેંકી હતી, ત્યારે શાર્દુલને ફક્ત 6 ઓવર ફેંકવાની તક મળી હતી. બીજી ઇનિંગમાં પણ તેણે 82 માંથી ફક્ત 10 ઓવર ફેંકી હતી. બોલિંગમાં નિષ્ફળતા ઉપરાંત, શાર્દુલ ઠાકુર બેટિંગમાં પણ સારું પ્રદર્શન કરી શક્યો નહીં. તે પહેલી ઇનિંગમાં 1 રન અને બીજી ઇનિંગમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે પહેલી ઇનિંગમાં 41 રનમાં છેલ્લી 7 વિકેટ અને બીજી ઇનિંગમાં 31 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.

બુમરાહ-શાર્દુલની જગ્યાએ કોને તક મળશે?

જો જસપ્રીત બુમરાહને બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવે છે, તો તેની જગ્યાએ આકાશદીપ અને અર્શદીપ સિંહ પ્લેઇંગ ઇલેવનમાં પ્રવેશ કરી શકે છે. આકાશ દીપ અત્યાર સુધી ભારત માટે સાત ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે, જ્યારે અર્શદીપ એક ડાબોડી વિકલ્પ સાબિત થઈ શકે છે. અર્શદીપ T20 માં ભારતનો નિયમિત ખેલાડી છે, પરંતુ તેનું ટેસ્ટ ડેબ્યૂ હજુ બાકી છે. ભારત માટે સારી વાત એ છે કે અર્શદીપને ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓનો અનુભવ છે કારણ કે તે પહેલા અહીં કાઉન્ટી ક્રિકેટ રમી ચૂક્યો છે.

આ પણ વાંચો: VIDEO : અમ્પાયર્સના 5-5 ખોટા નિર્ણયને લીધે WI vs AUS મેચમાં હોબાળો, દિગ્ગજ ભડક્યાં

ભારત શાર્દુલ ઠાકુરની જગ્યાએ બે વિકલ્પો શોધી શકે છે. જો તેમને બેટિંગ ઓલરાઉન્ડરની જરૂર હોય, તો નીતિશ કુમાર રેડ્ડી એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બતાવ્યું કે તે બેટથી શું કરી શકે છે, અને તે 10-12 ઓવર ફેંકીને પણ યોગદાન આપી શકે છે. જો ટીમ ઈન્ડિયાએ તેના બોલિંગ આક્રમણને મજબૂત બનાવવું હોય, તો સ્પિનર ​​કુલદીપ યાદવ કરતાં સારો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં.