Get The App

ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ ગૌતમ ગંભીર એક્શન મોડમાં, ટેસ્ટ ટીમ માટે આ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા

Updated: Mar 12th, 2025

GS TEAM


Google News
Google News
ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ ગૌતમ ગંભીર એક્શન મોડમાં, ટેસ્ટ ટીમ માટે આ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા 1 - image


Image Source: Twitter

Gautam Gambhir Takes Big Step: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યા બાદ, ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ હવે IPLની આગામી 2025 સીઝન માટે તૈયારીમાં વ્યસ્ત છે. જ્યારે બીજી તરફ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર એક્શન મોડમાં આવી ગયો છે. ગંભીરે IPL બાદ ઈંગ્લેન્ડમાં યોજાનારી પાંચ ટેસ્ટ મેચની સીરિઝ માટે એક મોટું પગલું ભરવાનું મન બનાવી લીધું છે. એક અહેવાલ પ્રમાણે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા જ ગંભીર ઈન્ડિયા 'A' ટીમ સાથે ઈંગ્લેન્ડ જઈ શકે છે. જેમાં તે તમામ વિકલ્પો અજમાવવા માગે છે અને ટેસ્ટ ટીમમાં ઘણા યુવાનોને તક આપી શકે છે.

ગંભીર ઈન્ડિયા 'A' સાથે ઈંગ્લેન્ડ જશે

ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડ પ્રવાસ 20 જૂનથી શરૂ થઈ રહ્યો છે. પરંતુ અહેવાલ મુજબ, હેડ કોચ ગંભીર તે પહેલાં ઈન્ડિયા 'A' ટીમ સાથે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. જો ગંભીર ઈંગ્લેન્ડ જાય છે, તો આ પહેલીવાર હશે જ્યારે સિનિયર ટીમનો હેડ કોચ ઈન્ડિયા 'A' ટીમ સાથે પ્રવાસ પર જશે.

BCCIના એક સૂત્રએ જણાવ્યું કે, ગંભીર આગામી બે વર્ષ માટે તમામ ફોર્મેટ માટે રોડમેપ તૈયાર કરી રહ્યો છે જે 2027ના વનડે વર્લ્ડ કપ સુધી ચાલુ રહેશે. આ તબક્કામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2026 T20 વર્લ્ડ કપ પણ સામેલ હશે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં પરાજય બાદ નિવૃત્તિ લેશે કેન વિલિયમસન? ન્યૂઝીલેન્ડના ખેલાડીએ આપ્યું મોટું નિવેદન

સૂત્રએ જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ ગંભીર BCC સાથે ચર્ચામાં છે. તેણે રિઝર્વ પૂલ વિશે સ્પષ્ટ જાણકારી મેળવવા માટે ઈન્ડિયા 'A' ટીમ સાથે ઈંગ્લેન્ડ જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગંભીરે કેટલાક વાઈલ્ડ કાર્ડ ખેલાડીઓ રાખવાનો આગ્રહ રાખ્યા પછી ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, તેથી આશા છે કે તે ભવિષ્યમાં આ પર વધુ ભાર મૂકશે.

ગૌતમ સામે ટેસ્ટ ટીમ ઈન્ડિયાની આ 'ગંભીર' સમસ્યા 

ટેસ્ટ ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ગૌતમ ગંભીર હવે ઈન્ડિયા 'A'ના ઈંગ્લેન્ડ પ્રવાસ પર રોહિત શર્માની જગ્યાએ એક મજબૂત ઓપનર શોધવા માગશે. જ્યારેમિડલ ઓર્ડરમાં પણ ટેસ્ટ ક્રિકેટમાં પણ એક સારા બેટ્સમેનની જરૂર હોય છે. અત્યાર સુધી અભિમન્યુ ઈશ્વરન અને સરફરાઝ ખાનને વધુ તકો નથી મળી. ગત ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આ બંને ખેલાડીઓ બેન્ચ પર જ બેઠા રહ્યા હતા. પરંતુ હવે ગંભીર કેટલાક યુવા ખેલાડીઓને ટેસ્ટ ટીમમાં પણ સેટ કરવા માગે છે. જેમાં સાઈ સુદર્શન અને કરુણ નાયરના નામ પણ નજર આવી રહ્યા છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહની ફિટનેસની ચિંતાઓને કારણે તે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે એક મજબૂત ફાસ્ટ બોલર પણ શોધવા માગે છે. જેથી મજબૂત બોલરોનો એક પૂલ તૈયાર કરી શકાય છે. 

Tags :