Sports

ગૌતમ ગંભીરે દિગ્ગજ ભારતીય ઓલરાઉન્ડરને ગણાવ્યો 'સૌથી કિંમતી ખેલાડી', કર્યા વખાણ

By GS TEAM
18 Jul 20252 mins read
TukuTouch Logo
લોર્ડ્સ ટેસ્ટમાં જે પ્રકારની રવીન્દ્રજાડેજાએ રમત બતાવી હતી તેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. હવે આ વખતે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરે અનુભવી ઓલરાઉન્ડર જાડેજાના ભરપેટ વખાણ કરતાં તેને ટીમ ઈન્ડિયાનો મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર (MVP) એટલે કે સૌથી કિંમતી ખેલાડી ગણાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૌતમ ગંભીરે દિગ્ગજ ભારતીય ઓલરાઉન્ડરને ગણાવ્યો 'સૌથી કિંમતી ખેલાડી', કર્યા વખાણ

Ravindra Jadeja MVP News : લોર્ડ્સ ટેસ્ટમાં જે પ્રકારની રવીન્દ્રજાડેજાએ રમત બતાવી હતી તેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. હવે આ વખતે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરે અનુભવી ઓલરાઉન્ડર જાડેજાના ભરપેટ વખાણ કરતાં તેને ટીમ ઈન્ડિયાનો મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર (MVP) એટલે કે સૌથી કિંમતી ખેલાડી ગણાવ્યો હતો. 



લોર્ડ્સમાં યાદગાર ઈનિંગ રમી હતી 

જાડેજાએ લોર્ડ્સમાં 181 બોલમાં 61 રનની અણનમ ઈનિંગ રમી હતી છતાં ટીમ ઈન્ડિયા જીતી શકી ન હતી. જોકે જાડેજાએ આખી ઈંગ્લેન્ડ ટીમને હંફાવી હતી અને ટીમ ઈન્ડિયાના પૂંછડિયા બેટર બુમરાહ અને સિરાજ સાથે મળીને સારી એવી ભાગીદારી કરી હતી. છેલ્લે 22 રનથી ટીમ ઈન્ડિયા હારી ગઇ હતી. 

બીસીસીઆઇએ શેર કર્યો વીડિયો 

બીસીસીઆઈએ શુક્રવારે તેની વેબસાઈટ પર એક વીડિયો જારી કર્યો હતો જેમાં ગંભીરને જાડેજાના વખાણ કર્યા હતા. ગંભીરે ધ એમવીપી ફીડ રવીન્દ્રજાડેજા શીર્ષક હેઠળના એક વીડિયોમાં કહ્યું કે આ અવિશ્વસનીય ઈનિંગ હતી. તેણે દમદાર બેટિંગ કરી. ટીમ ઈન્ડિયા 193 રનના ટારગેટ સામે નબળી સાબિત થઇ હતી અને ટોપ ઓર્ડરના 8 બેટર 40થી પણ ઓછી ઓવરમાં આઉટ થઈ ગયા હતા. પણ સાતમા ક્રમે આવીને રવીન્દ્રજાડેજાએ જે દમદાર ઈનિંગ રમી તે ખરેખર પ્રશંસનીય હતી.  બુમરાહે તેને સાથ આપતા 54 બોલમાં 5 રન કર્યા હતા જ્યારે 30 બોલ રમીને સિરાજે 4 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા ત્યારે 74.5 ઓવર રમીને 170 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. હવે આ સીરિઝમાં ઈંગ્લેન્ડ 2-1 થી આગળ છે. 

સહાયક કોચે કર્યા વખાણ 

એક વીડિયોમાં સહાયક કોચ રાયન ટેન ડોશેટે કહ્યું, "જાડેજાની બેટિંગ એક અલગ જ સ્તરે પહોંચી ગઈ છે. છેલ્લી બે ટેસ્ટ મેચોમાં તેણે જે ધીરજ બતાવી તે ખરેખર પ્રશંસનીય છે. હું તેને વર્ષોથી રમતા જોઈ રહ્યો છું. મેં જોયું છે કે તેણે તેની રમતમાં કેવી રીતે સુધારો કર્યો છે. તેનો ડિફેન્સ ખૂબ જ મજબૂત છે અને તે એક શ્રેષ્ઠ બેટ્સમેન લાગે છે."