Get The App

ભારતને 2011માં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર બન્યા પાકિસ્તાનના નવા કોચ, નામ જાણીને તમે પણ ચોંકી જશો

Updated: Apr 28th, 2024

GS TEAM


Google News
Google News
ભારતને 2011માં વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર બન્યા પાકિસ્તાનના નવા કોચ, નામ જાણીને તમે પણ ચોંકી જશો 1 - image
Image : IANS

Pakistan Cricket News : આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગૈરી કર્સ્ટનને વ્હાઇટ બૉલ ફોર્મેટ (વનડે અને ટી20)માં પાકિસ્તાન ટીમના નવા કોચ બનાવાયા છે. કર્સ્ટનના કોચિંગમાં ભારતીય ટીમે 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેપ્સીને ટેસ્ટ ટીમના હેડ કોચ બનાવાયા છે.

56 વર્ષના કર્સ્ટન હાલ આઈપીએલ ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સના મેન્ટર છે. કર્સ્ટન ભારત સિવાય ત્રણ વર્ષો સુધી સાઉથ આફ્રિકા ટીમના પણ હેડ કોચ રહી ચૂક્યા છે. ટી20 વર્લ્ડ કપના એક મહિના પહેલા કર્સ્ટનને પાકિસ્તાનના મુખ્ય કોચ બનાવાયા છે. મિકી આર્થરના હટ્યા બાદ મુખ્ય કોચનું પદ ખાલી હતું. આર્થર બાદ, મોહમ્મદ હફીઝે ટીમ નિદેશક તરીકે ટીમની કમાન સંભાળી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ખરાબ પ્રદર્શન બાદ તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

Tags :