Get The App

પૂર્વ ભારતીય ખેલાડીનો કૉમેન્ટ્રી દરમિયાન બફાટ, વીડિયો વાઇરલ થતાં લોકોએ BCCI સામે ઠાલવ્યો રોષ

Updated: Oct 5th, 2024

GS TEAM

Google News
Google News
પૂર્વ ભારતીય ખેલાડીનો કૉમેન્ટ્રી દરમિયાન બફાટ, વીડિયો વાઇરલ થતાં લોકોએ BCCI સામે ઠાલવ્યો રોષ 1 - image

Sanjay Manjrekar : મહિલા T20 વર્લ્ડકપ 2024માં ભારતની પહેલી મેચ વિવાદોને લઈને ચર્ચામાં રહી હતી. રન આઉટનો વિવાદ હજુ ખતમ નથી થયો ત્યાં જ નવો વિવાદ સર્જાયો છે. કોમેન્ટ્રી કરી રહેલા સંજય માંજરેકરે વિવાદાસ્પદ નિવેદન આપતા હવે મામલો વધુ વેગ પકડી રહ્યો છે. ઘણાં ચાહકો BCCI પર સવાલો ઉઠાવી રહ્યા છે, તો કેટલાક સંજય માંજરેકરની ખૂબ ટીકા કરી રહ્યા છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઓપનર સંજય માંજરેકર ટીવી પર લાઈવ કોમેન્ટ્રી દરમિયાન ઉત્તર ભારતીય ખેલાડીઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું હતું કે, મને ઉત્તર ભારતના ખેલાડીઓ વિશે કંઈ ખાસ જાણકારી નથી. આ ઘટના ત્યારે બની જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફ વિશે ચર્ચા ચાલી રહી હતી. તેના સાથી કોમેન્ટેટરે પંજાબના ભૂતપૂર્વ ખેલાડી અને ટીમના ફિલ્ડિંગ કોચ મુનીશ બાલી વિશે વાત કરી હતી. જે પછી માંજરેકરે કહ્યું કે, હું તેને ઓળખી શક્યો ન હતો.'

માંજરેકરે ભૂતપૂર્વ ખેલાડી વિશે કહ્યું, 'માફ કરશો, હું તેને ઓળખી શક્યો નહીં. ઉત્તરના ખેલાડી તરફ હું વધુ ધ્યાન આપતો નથી.' તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો, અને પછી ધીરે ધીરે યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણાં યુઝર્સે BCCI પાસે તેને કોમેન્ટ્રીને હટાવવાની માંગ કરી કરી હતી.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 વર્લ્ડકપની પહેલી જ મેચમાં ભારતને 58 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દરમિયાન ઘણાં વિવાદો થયા હતા. 14મી ઓવરના છેલ્લા બોલ પર એમેલિયા કેરે દીપ્તિ શર્માની બોલ પર લોંગ ઓફ પર શોટ ફટકાર્યો અને એક રન પૂરો કર્યો. કેપ્ટન હરમનપ્રીત કૌરે ત્યાં જ બોલને પકડ્યો પરંતુ બોલને ફેંક્યો નહીં. પરંતુ સિંગલ પૂરો થતાં જ અમ્પાયરે ઓવર પૂરી કરવા માટે રમતને રોકી દીધી હતી. સોફી ડિવાઈન ફરી આનો ફાયદો લેવા માટે ફરી દોડી હતી, પરંતુ કૌરે બોલ વિકેટકીપર તરફ ફેંકીને તેને આઉટ કરી દીધી હતી. પરંતુ અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો હતો. જેને લઈને ભારે વિવાદ થયો હતો.

પૂર્વ ભારતીય ખેલાડીનો કૉમેન્ટ્રી દરમિયાન બફાટ, વીડિયો વાઇરલ થતાં લોકોએ BCCI સામે ઠાલવ્યો રોષ 2 - image

Tags :