Get The App

વરસાદના કારણે ભારત-દક્ષિણ આફ્રિકાની મેચ સમય પહેલા જ થઈ સમાપ્ત, જાણો આજનો સ્કોર

પ્રથમ દિવસે ભારત સામે દ.આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

Updated: Dec 26th, 2023

GS TEAM

Google News
Google News
વરસાદના કારણે ભારત-દક્ષિણ આફ્રિકાની મેચ સમય પહેલા જ થઈ સમાપ્ત, જાણો આજનો સ્કોર 1 - image

IND vs SA 1st Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને દ. આફ્રિકાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેએલ રાહુલે શાનદાર ઇનિંગ રમી હતી અને વરસાદને કારણે રમત માત્ર 59 ઓવર સુધી જ મર્યાદિત રહી હતી. ભારતે 59 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 70 રન બનાવીને ક્રિઝ પર છે અને મોહમ્મદ સિરાજના બેટમાંથી એક પણ રન આવ્યો નથી.

ભારતીય ટીમ 4 ફાસ્ટ બોલર્સ સાથે મેદાનમાં ઉતરી

ભારતીય ટીમ ચાર ફાસ્ટ બોલર્સ સાથે મેદાનમાં ઉતરી છે. આ જેમાં મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણા સામેલ છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્ર્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ટેસ્ટ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારત માટે ડેબ્યુ કર્યો છે. તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર 309મો ખેલાડી છે. આ સાથે ભારતીય ટીમે ટેસ્ટના નંબર-1 બોલર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કર્યો છે. રવિન્દ્ર જાડેજાને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

ભારત: રોહિત શર્મા (C), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ રાહુલ (wkt), શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (C), ડીન એલ્ગર, એડન માર્કરમ, ટોની ડી જ્યોર્જી, કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાઈલ વેરીન (wkt), માર્કો જેન્સીન, ગેરાલ્ડ કોએત્ઝી, કાગીસો રબાડા, નાન્દ્રે બર્ગર