Get The App

NZ vs SA : ફિન એલને T20 વિશ્વકપ ઈતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી, ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો

Updated: Mar 4th, 2026

GS TEAM

Google News
Google News
NZ vs SA : ફિન એલને T20 વિશ્વકપ ઈતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી, ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો 1 - image


South Africa vs New Zealand, T20 World Cup 2026 : કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલા ટી20 વિશ્વકપ 2026ના પ્રથમ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ જીતનો અસલી હીરો ઓપનર ફિન એલન રહ્યો છે. તેણે માત્ર 33 બોલમાં સદી ફટકારીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. દક્ષિણ આફ્રિકાએ આપેલા 170 રનના લક્ષ્યને ન્યૂઝીલેન્ડે માત્ર 12.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 173 રન બનાવી હાંસલ કરી લીધો હતો. આ બીજી વખત છે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ આ ટુર્નામેન્ટના ફાઈનલમાં પહોંચી છે.

ફિન એલને અનેક રેકોર્ડ નોંધાવ્યા

ફિન એલને આ ઈનિંગ દરમિયાન અનેક મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. તે હવે ટી20 વિશ્વકપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલનો 47 બોલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ટી20માં તે સંયુક્ત રીતે ત્રીજી સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો છે. સેમીફાઈનલ જેવા હાઈ-વોલ્ટેજ નોકઆઉટ મુકાબલામાં 100 રનનો અણનમ સ્કોર બનાવીને તેણે શ્રીલંકાના તિલકરત્ને દિલશાનના 96 રનના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. ન્યૂઝીલેન્ડ તરફથી વિશ્વકપમાં સદી ફટકારનાર તે બ્રેન્ડન મેક્કુલમ અને ગ્લેન ફિલિપ્સ પછી ત્રીજો ખેલાડી બન્યો છે.

આ પણ વાંચો : SA vs NZ Semi-Final: ફાઈનલમાં પહોંચ્યું ન્યૂઝીલેન્ડ, સેમિ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું, ફિન એલનની સદી

ટિમ સીફર્ટેની પણ અર્ધસદી

મેચની વિગતો જોઈએ તો, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા માર્કો યાન્સેનના લડાયક પ્રદર્શનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. ત્યારબાદ ફિન એલન અને ટિમ સીફર્ટ વચ્ચેની આક્રમક શતકીય ભાગીદારીએ આફ્રિકન બોલરોને લાચાર બનાવી દીધા હતા. ટિમ સીફર્ટે પણ શાનદાર અર્ધસદી ફટકારીને એલનનો પૂરો સાથ આપ્યો હતો.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ સેમિ ફાઈનલ પહેલા વાનખેડેમાં ભારતીય કોચ પિચ ક્યુરેટર પર ભડક્યા! વાતચીતની 'ગંભીર' તસવીર