Get The App

રાજકોટમાં આવતીકાલે ભારત-શ્રીલંકા T20 સિરીઝનો ફાઈનલ જંગ, આજે બંને ટીમોનું થશે આગમન

બંને ટીમ એક-એક મેચ જીતી છે અને સિરીઝ 1-1થી બરાબર છે

રાજકોટમાં પ્રથમ વખત T20 શ્રેણીનો ફાઈનલ રમાનાર છે

Updated: Jan 6th, 2023

GS TEAM

Google News
Google News
રાજકોટમાં આવતીકાલે ભારત-શ્રીલંકા T20 સિરીઝનો ફાઈનલ જંગ, આજે બંને ટીમોનું થશે આગમન 1 - image

અમદાવાદ, 6 જાન્યુઆરી 2022, શુક્રવાર

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી T20 શ્રેણીનો આખરી અને ફાઈનલ મેચ આવતીકાલે રાજકોટમાં રમાનાર છે. આ મેચ માટે આજે ભારત અને શ્રીલંકાની ટીમ આજે રાજકોટ પહોંચી જશે અને આજે જ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ શરુ કરશે. બંને ટીમોને અલગ અલગ હોટલોમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને હોટલો દ્વારા ટીમોનું સ્વાગત ઉષ્માભેર કરવામાં આવશે. બંને ટીમો એક-એક મેચ જીતી ગઈ હોઈ ફાઈનલમાં ઉત્સાહ જોવા મળશે. પ્રથમ T20 મેચ ટીમ ઈંન્ડિયા અને બીજી T20 મેચ શ્રીલંકાએ જીતી છે. સિરીઝ 1-1થી બરાબર છે.

સિરીઝનો ત્રીજો અને નિર્ણાયક ફાઈનલ મેચ
ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝનો ત્રીજો અને નિર્ણાયક મેચ આવતીકાલે રાજકોટમાં રમાનાર છે. રાજકોટમાં T20 મેચ રમાનાર હોય સમગ્ર શહેર જાણે ક્રિકેટ ફિવરના રંગે રંગાઈ રંગાઈ ગયું છે. રાજકોટમાં પ્રથમ વખત સિરીઝની ફાઈનલ મેચ રમાનાર છે. ક્રિકેટરોને જોવા માટે ક્રિકેટ પ્રેમીઓ હોટલ બહાર ઉમટી પડશે. સમગ્ર શહેર ક્રિકેટમય બની ગયું છે. ટીમ ઈંન્ડિયા કાલાવાડ રોડની સયાજી હોટલમાં અને શ્રીલંકાની ટીમ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં રોકાશે.આવતીકાલે ખંઢેરીમાં ભારત અને શ્રીલંકા વચ્ચેનો મેચ સાંજે 7 વાગ્યે શરુ થશે. આ મેચ માટે ટિકિટનો દર રુ 1100થી લઈ 7000 સુધી રાખવામાં આવ્યો છે. રાજકોટમાં મેચને લઈને રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિકને લઈને જાહેરનામું બહાર પાડયું છે. આ મેચમાં 25થી 30 હજાર જેટલા પ્રેક્ષકો ઉપસ્થિત રહી શકે છે. રાજકોટમાં પ્રથમ વખત જ સ્પાઈડર કેમેરાનો ઉપયોગ થશે તેમજ મેચના પરિણામ બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે. આ મેચમા રનના ઢગલા થઈ શકે છે.

મેચના કારણે ટ્રાફિક ડાઈવર્ટ અંગે જાહેરનામું
રાજકોટમાં આગામી ભારત શ્રીલંકા મેચ હોય તે માટે રાજકોટ પોલીસે ટ્રાફિક અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ હતું. રાજકોટનું ખંઢેરીનું સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે પર આવ્યુ હોવાથી હાઈવે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોય છે. આગામી ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકજામ નિવારવા માટે તારીખ 07 જાન્યુઆરીના 05 કલાકથી તારીખ 08 જાન્યુઆરીના 01 વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા વાહનોને પડધરીના મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે તથા પડધરી-નેકનામ- મિતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન કરવામાં આવ્યુ છે. 

આ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ આપવામાં આવી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચના માટે ફરજ પર રોકેયેલા વાહનો, ગુજરાત એસ.ટી બસ, સરકારી વાહનો, શબવાહિની, ઈમરજન્સી એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર જેવા વાહનો તેમજ મેચ જોવા જતા લોકો ક્રિકેટ બોર્ડની ટિકિટ ખરીદીને કે પાસના આધારે ખંઢેરી સ્ટેડિયમ જતા હોય તેવા વાહન ચાલકોને તેમજ ખંઢેરી સ્ટેડિયમની આસપાસના ગામોમાં રહેતા હોય જેનો આધારભૂત પુરાવો રજૂ કરે તેવા વાહનોને લાગુ પડશે નહીં. જો કે ટ્રાફિક ભંગ માટે જો કોઈ આદેશનો ભંગ કે ઉલ્લંઘન કરશે તો તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ભારત-શ્રીલંકા મેચમાં ટિકિટોનો દર આ મુજબ છે
ઈસ્ટ સ્ટેન્ડ 1,2,3 માટે રુપિયા 1100 છે
વેસ્ટ સ્ટેન્ડ 1 માટે 1500 છે
વેસ્ટ સ્ટેન્ડ 2,3 માટે 2000 છે
સાઉથ સ્ટેન્ડ લેવલ 3 માટે રુપિયા 2500 છે
સાઉથ સ્ટેન્ડ લેવલ 2 વિથ ડિનર માટે રુપિયા 4000 છે
કોર્પોરેટબોક્ષ લેવલ 3 વિથ હોસ્પિટલિટી માટે રુપિયા 6000 છે
સાઉથ સ્ટેન્ડ લેવલ 1 વિથ ડિનર અને વેસ્ટ સ્ટેન્ડ કોર્પોરેટબોક્ષ વિથ હોસ્પિટલિટી માટે રુપિયા 7000 છે