For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફિફા વિશ્વ કપ -૨૦૨૨ મેસીએ તોડયો મારાડોનાનો રેકોર્ડ પરંતુ ટીમ જીતથી રહી વંચિત

ચાર વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરનારો ફૂટબોલર બની ગયો

સાઉદી અરબ સામેની મેચમાં ૧૦ મી મીનિટમાં જ ગોલ કર્યો હતો

Updated: Nov 22nd, 2022


કતાર,૨૨ નવેમ્બર,૨૦૨૨,બુધવાર

અરબ દેશ કતારમાં ચાલતા ફૂટબોલ વિશ્વકપમાં સાઉદી અરબ અને આર્જેન્ટિનાની મેચનો મેજર અપસેટ કોઇ ભૂલી શકશે નહી. સાઉદી અરેબિયાએ પોતાના કરતા ખૂબ ઉંચુ રેન્કિંગ ધરાવતી આર્જન્ટિનાની ટીમને ૨-૧થી હરાવી દીધી. ફૂટબોલ વિશ્વની દુનિયા આ ઘટના પ્રથમવાર બની છે.  આ પહેલા બંને દેશો વચ્ચે કુલ ૪ મેચો રમાઇ છે જમાં આર્જન્ટિનાએ ૨ મેચ જીતી હતી જયારે ૨ ડ્રો પર ખતમ થઇ હતી. આર્જન્ટિના માટે સકારાત્મક વાત એ હતી કે તેના કેપ્ટન લિયોનેલ મેસીએ ડિએગો મારાડોના અને બટિસ્તુતાનો રેર્કોડ તોડી નાખ્યો હતો.

મારાડોના આર્જેન્ટિનાનો જ હોનહાર ખેલાડી હતો જેણે ૧૯૮૨ થી ૧૯૯૪ સુધી ફૂટબોલ વિશ્વકપમાં ગોલ કર્યા હતા. લિયોનેલ મેસી સઉદી અરબ સામેની મેચમાં એક ગોલ કરવાની સાથે જ ચાર વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરનારો ફૂટબોલર બની ગયો છે. આર્જન્ટિનાના આ ખેલાડીનો પંચમો ફિફા વિશ્વકપ છે. તેણે ૨૦૦૬,૨૦૧૦,૨૦૧૪ અને ૨૦૧૮માં વિશ્વકપમાં ભાગ લીધો હતો. ૪ જુદા જુદા વિશ્વકપમાં ગોલ કરનારો પ્રથમ ખેલાડી બની ગયો છે.

એક વાત નોંધવા જેવી છે કે ૨૦૧૦ના વિશ્વકપમાં મેસી એક પણ ગોલ કરી શકયો ન હતો. મેસીએ સાઉદી અરબ સામેની મેચમાં ૧૦ મી મીનિટમાં જ ગોલ કર્યો હતો. પેનલ્ટી દ્વારા ગોલ કરીને ટીમનું ખાતું ખોલ્યું હતું.મેસીએ વિશ્વકપની શરુઆતમાં જ કુલ ૭ ગોલ કર્યા આ સાથે જ બ્રાઝીલના રોનાલ્ડોની હરોળમાં આવી ગયો છે. મેસીના ગોલ છતાં ટીમની હાર થઇ. સઉદીઅરબના સાલેહ અલસેહરીએ ૪૮ મી મીનિટમાં અને સાલેમ અલડાવસારીએ ૫૩ મી મીનિટમાં ગોલ કર્યો હતો. આ હાર સાથે જ આર્જન્ટિનાની ટીમના ચાહકો ઘેરા શોકમાં ડૂબી ગયા છે.


Gujarat