VIDEO: ક્રિકેટ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકે એવું કારનામું કર્યું કે બની ગયો કરોડપતિ, હાજર સૌ કોઈ જોતા રહી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fan Became Millionaire In Match : ક્રિકેટ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકે એવું કારનામું કર્યું કે કરોડપતિ બની ગયો છે. આ ઘટના સાઉથ આફ્રિકામાં ચાલી રહેલી SA20 લીગ દરમિયાન બની હતી. શુક્રવારે(26 ડિસેમ્બર) ડરબન સુપર જાયન્ટ્સ અને MI કેપ ટાઉન વચ્ચે એક રેકોર્ડબ્રેક મેચ રમાઈ હતી. બંને ટીમોએ મળીને 449 રન બનાવ્યા હતા. આ મેચ દરમિયાન એક લકી ફેન્સ કરોડપતિ બન્યો હતો. રાયન રિકેલ્ટને શાનદાર સદી ફટકારી, પરંતુ તેની ટીમને 15 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ડરબન સુપર જાયન્ટ્સે આ મેચ પહેલા બેટિંગ કરીને 232/5નો સ્કોર બનાવ્યો હતો. જે SA20ના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આ પછી MI કેપ ટાઉનની ટીમના રિકેલ્ટને 65 બોલમાં 113 રન કર્યા હતા. જેમાં તેણે 11 છગ્ગા અને 5 ચોગ્ગા માર્યા હતા. એમાંથી એક છગ્ગાએ ફેન્સને કરોડપતિ બનાવ્યો હતો.
ઇનિંગ્સની 13મી ઓવરના ચોથા બોલ પર તેણે ફટકારેલી સિક્સર સ્ટેન્ડમાં બેઠેલા એક દર્શકે એક હાથે પકડ્યો, જેના કારણે ફેન્સને SA20ની ફેન-કેચ પહેલ હેઠળ 20 લાખ રેન્ડ (આશરે 1.08 કરોડ રૂપિયા)નું ઇનામ મળ્યું છે.
આ મેચમાં કુલ 449 રન થયા, જેમાં 25 છગ્ગા અને 40 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા. રિકેલટને 65 બોલ પર 5 ચોગ્ગા અને 11 છગ્ગા મારીને 113 રન કર્યા હતા, તેમ છતાં તેમની ટીમે 233 રનના ટાર્ગેટની સામે સાત વિકેટ પર 217 રન કરી શક્યા હતા. MI કેપ ટાઉનની ટીમમાં જેસન સ્મિથે 41 રન કર્યા હતા.
સુપર જાયન્ટ્સે અગાઉ પાંચ વિકેટ પર 232 રનનો રેકોર્ડ બનાવ્યો હતો. ન્યૂઝીલેન્ડની ઓપનિંગ જોડી ડેવોન કોનવે (33 બોલમાં 64, 7 ચોગ્ગા, 2 છગ્ગા) અને કેન વિલિયમસન (25 બોલમાં 40) એ પાવરપ્લેમાં પ્રભુત્વ જમાવ્યું, માત્ર 8.3 ઓવરમાં 96 રન બનાવ્યા હતા.
આ પછી જોસ બટલરે 12 બોલમાં 20 રન અને હેનરિક ક્લાસેને 14 બોલમાં 22 રન કર્યા હતા. આ ઉપરાંત, એડેન માર્ક્રેમે 17 બોલમાં 35 રન અને ઈવાન જોન્સે 14 બોલમાં 33 રન બનાવ્યા હતા.








