ના હોય! આખી ટીમ 10 રનમાં ઓલઆઉટ, ટી-10 ક્રિકેટનો સૌથી શરમજનક રેકોર્ડ સર્જાયો
આઈલ ઓફ મેને એક T20 મેચમાં શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે
આઈલ ઓફ મેન પહેલા સિડની થંડરના નામે હતું સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ
તા. 27 ફેબ્રુઆરી 2023, સોમવાર
ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે. ક્રિકેટની રમતમાં કેટલાંક ખેલાડીઓ નવા રેકોર્ડ બનાવે છે તો રેકોર્ડ કેટલાંક તોડે પણ છે. પરંતુ ઘણી વખત એવા રેકોર્ડ પણ ખેલાડીઓ અને ટીમોના નામે નોંધાય છે, જેનું કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હોય. કંઇક આવું જ આઈલ ઓફ મેન સાથે સ્પેન સામે રમાયેલી T20 મેચમાં થયું હતું. આઈલ ઓફ મેનની આખી ટીમ 10 રનના સ્કોર પર ઢેર થઈ ગઈ હતી.
સ્પેનના બોલર્સનો કમાલ
આઈલ ઓફ મેને એક T20 મેચમાં શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કાર્લ હાર્ટમેનની કેપ્ટનશીપ હેઠળ લા મંગા બોટમ ગ્રાઉન્ડમાં સ્પેન સામે 8.4 ઓવરમાં માત્ર 10 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈલ ઓફ મેન તરફથી જોસેફ બરોજે(4 રન) સૌથી વધારે રન બનાવ્યા હતા. સ્પેનના સફળ બોલર અતીફ મેહમુદે 4 વિકેટ જયારે મોહમ્મદ કારમાન અને લોર્ન બનર્સે બે-બે વિકેટ લીધી હતી. આના જવાબમાં સ્પેને આ મેચ બે બોલમાં જ પોતાના નામે કરી લીધી હતી.
આઈલ ઓફ મેન પહેલા સિડની થંડરના નામે હતો શરમજનક રેકોર્ડ
આઈલ ઓફ મેન પહેલા T20 ફોરમેટમાં સૌથી ઓછા સ્કોરે ઓલઆઉટ થવાનો રેકોર્ડ બિગ બેશ લીગમાં સિડની થંડરની ટીમના નામે હતો. વર્ષ 2022-23ના એડિશનમાં સિડની થંડરે એડિલેડ સ્ટ્રાઈકર્સ સામેની મેચમાં ફક્ત 15 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી.