ઓવલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને મોટો ઝટકો, સ્ટાર બોલરને ખભામાં ઈજા થતાં 5મી ટેસ્ટથી બહાર
England star bowler injury : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમને પહેલા બેટિંગ મળી છે. ભારતીય ટીમે પ્રથમ દિવસે એટલે કે પહેલી ઓગસ્ટના રોજ સ્ટમ્પ સુધી પોતાની પહેલી ઇનિંગમાં 6 વિકેટે 204 રન બનાવ્યા હતા.
ક્રિસ વોક્સ હવે આ મેચમાં બેટિંગ કે બોલિંગ નહી કરી શકે
જેથી હવે આવતી કાલની મેચ ખૂબ જ રોમાંચક થવાની સંભાવના રહેલી છે. બીજા દિવસની રમત પહેલા યજમાન ઇંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. જમણા હાથના ઝડપી બોલર ક્રિસ વોક્સ આ મેચમાંથી બહાર થઈ ગયા છે. હવે તે આ મેચમાં બેટિંગ તેમજ બોલિંગ નહીં કરી શકે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ માહિતી આપી છે. ECB એ કહ્યું કે, વોક્સની ઈજાનું વધુ મૂલ્યાંકન આ સીરિઝ પૂરી થયા પછી કરવામાં આવશે.
ક્રિસ વોક્સ મેદાન છોડતા પહેલા ખૂબ જ પીડામાં દેખાતો
નોંધનીય છે કે, ક્રિસ વોક્સને મેચના પહેલા દિવસે લોંગ ઓફ બાઉન્ડ્રી પર બોલ પકડતી વખતે ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. વોક્સનો ડાબો ખભો વિચિત્ર રીતે વળી ગયો હતો અને તે મેદાન છોડતા પહેલા ખૂબ જ પીડામાં દેખાતો હતો. ક્રિસ વોક્સનો ડાબો હાથ સ્વેટરમાં લપેટાયેલો હતો.