Get The App

દિગ્ગજ ક્રિકેટર અને 'કેપ્ટન'ના ઘરે થઈ ઘરફોડ ચોરી, મેડલ-આભૂષણ ચોરાયા, પરિવાર સલામત

Updated: Oct 31st, 2024

GS TEAM


Google News
Google News
Ben Stokes


Theft at Ben Stokes's Home: દિગ્ગજ ક્રિકેટર અને ઈંગ્લેન્ડના ટીમના કેપ્ટન બેન સ્ટોક્સના ઘરે ચોરી થયાની માહિતી સામે આવી રહી છે. કેટલાક નકાબધારી ચોરોએ તેના ઘરને નિશાન બનાવ્યું હતું. જોકે આ ચોરી થઇ ત્યારે ક્રિકેટરનો પરિવાર ઘરમાં જ હાજર હતો પરંતુ બેન સ્ટોક્સ ઘરે નહોતો કેમ કે તે હાલમાં પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડ ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે. 

શું કહ્યું બેન સ્ટોક્સના પરિવારે? 

બેન સ્ટોક્સના પરિવારે આ મામલે કહ્યું કે ચોરી વખતે અમે ઘરમાં જ હાજર હતા પરંતુ ચોરોએ અમને કોઈ શારીરિક નુકસાન નહોતું પહોંચાડ્યું. હાં પણ આ ચોરો અમારા પરિવારની ઘણી "ભાવનાત્મક" વસ્તુઓ ચોરી ગયા હતા. 

આ પણ વાંચો: 'તમારા સૈનિકોની લાશો થેલા ભરીને મોકલી દઈશું...' યુદ્ધમાં એન્ટ્રીથી કિમ જોંગ પર ભડક્યું અમેરિકા

બેન સ્ટોક્સે ફોટા શેર કર્યા 

બેન સ્ટોક્સે ચોરાયેલી કેટલીક વસ્તુઓના ફોટા પણ શેર કર્યા હતા જેમાં 2020માં મળેલ OBE મેડલ, ત્રણ ચેઈન, એક વીંટી અને ડિઝાઇનર બેગ સામેલ છે. સાથે જ તેણે લખ્યું કે સાંજે કેટલાક નકાબધારી ચોરોએ ઉત્તર-પૂર્વમાં કેસલ ઈડન વિસ્તારમાં મારા ઘરમાં ચોરી કરી હતી.

દિગ્ગજ ક્રિકેટર અને 'કેપ્ટન'ના ઘરે થઈ ઘરફોડ ચોરી, મેડલ-આભૂષણ ચોરાયા, પરિવાર સલામત 2 - image


Tags :