Get The App

IND vs ENG TEST: ભારતની પ્રથમ ઇનિંગ 471 રને સમેટાઇ, છેલ્લા 41 રનમાં 7 વિકેટો ગુમાવી

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG TEST: ભારતની પ્રથમ ઇનિંગ 471 રને સમેટાઇ, છેલ્લા 41 રનમાં 7 વિકેટો ગુમાવી 1 - image


IND vs ENG TEST: લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં 20 જૂનથી રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતીય ક્રિકેટ ટીમ બીજા દિવસે(21 જૂન) 471 રને ઓલઆઉટ થઈ. ભારત તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલ (101), કેપ્ટન શુભમન ગિલ (147) અને ઋષભ પંતે (134) સદી ફટકારી હતી. જો કે 430ના સ્કોર પર શુભમન ગિલની ચોથી વિકેટ પડ્યા બાદ ભારતે બાકીની તમામ 6 વિકેટ 41 રનના ટૂંકા ગાળામાં ગુમાવી દેતાં ટીમનો ધબડકો થયો હતો. મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી જે નિર્ણય ઘણા અંશે ભારતની તરફેણમાં રહ્યો હતો.

IND vs ENG TEST: ભારતની પ્રથમ ઇનિંગ 471 રને સમેટાઇ, છેલ્લા 41 રનમાં 7 વિકેટો ગુમાવી 2 - image


યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને ઋષભ પંત સદી 

ઋષભ પંતની રેકોર્ડતોડ સદી: ઋષભ પંતે સિક્સર સાથે ધમાકેદાર સદી ફટકારી છે. પંતે 146 બોલમાં 100 રન બનાવ્યા છે. તેમણે સદી સુધી પહોંચવા માટે 146 બોલ રમી, જેમાં 10 ફોર અને 4 સિક્સર સામેલ છે. આ સાથે પંતે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. પંત ટેસ્ટ ક્રિકેટમાં 7 સદી ફટકારનારો પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તેમની ચોથી ટેસ્ટ સદી છે.

પંતની આ સદી તેમને વિદેશની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદી લગાવનારા વિકેટકીપર બેટરની યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા નંબરે લાવી છે.  તેમની આ ઇનિંગ ન માત્ર ભારતીય ફેન્સ માટે ગૌરવની ક્ષણ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેમના આત્મવિશ્વાસનું પણ પ્રમાણ છે. લીડ્સની પિચ પર ઇંગ્લેન્ડના બોલરોની સામે પંતે પોતાના આક્રામક શૈલીને યથાવત્ રાખી. તેમની ઈનિંગમાં તેજ તર્રાર શોટ્સ અને સમજદારીથી રમત રમવાનું શાનદાર મિશ્રણ જોવા મળ્યું. 


વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય ખેલાડીઓનું લિસ્ટ: 

  • રિષભ પંત- 7 
  • મહેન્દ્ર સિંહ ધોની- 6 
  • રિદ્ધિમાન સાહા- 3 

શુભમનના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી: ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો આ પહેલો મુકાબલો છે. તેવામાં તેમની આ સદી યાદગાર રહેશે. શુભમન પૂર્વ કપ્તાન વિરાટ કોહલીની નિવૃત્તને લઈને પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યા હતા. ટેસ્ટના પહેલા જ દિવસે શુભમને સદી ફટકારી હતી.

યશસ્વી જયસ્વાલની સદી: શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. યશસ્વી 158 બોલમાં 101 રન ફટાકર્યા હતા. જેમાં 1 સિક્સર અને 16 ફોર સામેલ છે. યશસ્વીના ટેસ્ટ કરિયરની આ 5મી સદી રહી છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ જયસ્વાલની આ છઠ્ઠી મેચ છે.

ડેબ્યૂ ઈનિંગમાં માત્ર 4 બોલ રમી શક્યો સાઈ સુદર્શન, શૂન્ય પર આઉટ

સુદર્શનને ટેસ્ટ કેપ ચેતેશ્વર પુજારાએ સોંપી. સુદર્શન ભારત તરફથી ટેસ્ટ રમનારા 317માં ખેલાડી છે. જોકે, 23 વર્ષીય સાઇ સુદર્શન પોતાની ડેબ્યૂ ઇનિંગમાં કંઈ ખાસ કમાલ ન કરી શક્યો. સાઇએ માત્ર 4 બોલ રમ્યા અને શૂન્ય પર આઉટ થયો. સુદર્શને લેગ-સ્ટમ્પના બોલ પર ફ્લિક શોટ રમવાનો પ્રયાસ કર્યો. શોટનું ટાઈમિંગ બરાબર ન રહ્યું અને બોલ સાઈડમાંથી પસાર સ્મિથની જમણી તરફ ગઈ, જ્યાં તેમણે કેચ પકડી લીધો.

ભારત અને ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન

ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમ: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઇડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર.

ભારતીય ટેસ્ટ ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતીશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ના, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.

Tags :