ઈમા મેક્યુન : ઓસ્ટ્રેલિયાની સ્વિમરના ટોક્યોમાં 7 મેડલ
ઓસ્ટ્રેલિયન સ્વિમર ઈમા મેક્યુને ટોક્યો ઓલિમ્પિકમાં જબરજસ્ત દેખાવ કરતાં ચાર ગોલ્ડ સહિત કુલ સાત મેડલ જીતી લીધા હતા. આ સાથે તે ટોક્યો-૨૦૨૦માં સૌથી વધુ મેડલ જીતનારી સ્વિમર બની હતી. ૨૭ વર્ષની ઈમાએ ૫૦ અને ૧૦૦ મીટરની ફ્રિસ્ટાઈલ ઈવેન્ટની સાથે ૪ બાય ૧૦૦ મીટર ફ્રિસ્ટાઈલ અને મેડલે રિલેમાં ગોલ્ડ જીત્યા હતા. જ્યારે ૧૦૦ મીટર બટરફ્લાય અને ૪ બાય ૨૦૦ મીટર ફ્રિસ્ટાઈલ અને ૪ બાય ૧૦૦ મીટર મિક્સ મેડલેમાં તે બ્રોન્ઝ જીતી હતી. મેક્યુનના કારકિર્દીના ઓલિમ્પિક ગોલ્ડની સંખ્યા કુલ પાંચ થઈ હતી અને તેણે ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી સ્વિમર ઈયાન થોર્પની બરોબરી કરી લીધી હતી.