આ કારણે ટીમ ઈન્ડિયાને પોતાનો કૅપ્ટન બદલવો પડ્યો, રમીઝ રાજાએ ફરી ભારત માટે ઝૅર ઓક્યુ
ઈંગ્લેન્ડ સિરિઝ સામે હાર બાદ રમીઝ રાજાએ પીસીબીની ખુર્શી ગુમાવી
અમદાવાદ, 29 ડિસેમ્બર 2022, ગુરુવાર
પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડમાં છેલ્લા ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ ચાલી રહેલા વિવાદ વચ્ચે પીસીબીમા પુર્વ ચીફ સમીઝ રાજા સતત તેમના નિવેદનો જુદા જુદા આપી રહ્યા છે. તેમણે આપેલા એક નિવેદનને કારણે વધુ એક વિવાદ ઉભો થયો છે અને આ નિવેદન પર ભારતીય ટીમ મેનજમેન્ટ તેમજ ભારતીય ક્રિકેટ ફેન્સ પણ નારાજ થઈ ગયા છે. રમીઝ રાજાને પીસીબી અધ્યક્ષ પદ પરથી હટાવ્યા બાદ ટીમ ઈંન્ડિયા પર કહ્યુ હતુ કે પાકિસ્તાનથી ટીમ સામેની હાર ટીમ ઈંન્ડિયા હજુ સુધી હજમ થઈ નથી અને આ જ કારણ છે કે ભારતના કેપ્ટન અને ચીફ સિલેક્ટરને પણ બદલવામાં આવ્યો હતો.
પાકિસ્તાન સામેની હાર ભારત પચાની ન શકી : રમીશ રાજા
રમીઝ રાજાએ કહ્યુ હતું કે આપણે વાઈટ બોલ ક્રિકેટમાં ઘણુ સારું પ્રદર્શન કર્યુ છે. આપણે એશિચા કપની ફાઈનલમાં રમ્યા જયારે ભારત ફાઈનલમાં પહોંચ્યુ ન હતું. ભારત એક અબજ ડોલરનું અર્થતંત્ર ધરાવે છે તેમ છંતાપણ તે આપણાથી પાછળ રહી ગયું હતું. ભારતની આ હાર બાદ ઘણુ બધુ બદલાઈ ગયુ છે અને કહ્યુ કે તેમના ચીફ સીલેક્ટરને હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સિલેક્શન કમિટિને પણ હટાવી દેવામાં આવી હતી. કેપ્ટન પણ બદલાવી નાખવામાં આવ્યો હતો કારણકે પાકિસ્તાન સામેની હાર પચાવી શક્યા ન હતા. હાલ પાકિસ્તાન તેના કરતા ઘણા આગળ નિકળી ગઈ છે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે મેં ટીમને એક રાખવા માટે મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો. મેં બાબર આઝમને સશક્ત બનાવ્યો હતો. ક્રિકેટ એવી રમતોમાંની એક છે જ્યાં કેપ્ટનનું ખૂબ મહત્વ છે. જો તમારો કેપ્ટન શક્તિશાળી હશે તો પરિણામ આવશે અને અમને પરિણામ મળ્યું હતું.
આ કારણે ગુમાવી પડી PCBની ખુર્શી
ઈંગ્લેન્ડ સામે ક્લીન સ્વીપ કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમની દરેક જગ્યાએ ટીકા થઈ હતી. આ હાર બાદ રમીઝ રાજાને પીસીબી ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું અને નજમ સેઠીને નવી જવાબદારી મળી હતી. પોતાના બોર્ડ અને ટીમ ઈન્ડિયાને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં હાર બાદ બીસીઆઈએ એક્શન લઈને ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિને વિખેરી નાખી હતી.