Get The App

DSP સિરાજે 181.6 KMPH ની ઝડપે બોલ ફેંક્યો? રાવલપિંડી એક્સપ્રેસનો રેકોર્ડ તોડી નાખ્યો કે શું?

Updated: Dec 7th, 2024

GS TEAM


Google News
Google News
DSP સિરાજે 181.6 KMPH ની ઝડપે બોલ ફેંક્યો? રાવલપિંડી એક્સપ્રેસનો રેકોર્ડ તોડી નાખ્યો કે શું? 1 - image

IND Vs AUS : હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં ચાલી રહી છે. મેચના પહેલા દિવસે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ પિંક બોલ ટેસ્ટ દરમિયાન ચર્ચામાં રહ્યો હતો.

શું સિરાજે સૌથી ઝડપી બોલ ફેંક્યો?

હકીકતમાં મેચ દરમિયાન મોહમ્મદ સિરાજના બોલની ઝડપ 181.6 કિલોમીટર પ્રતિ કલાક બતાવવામાં આવી હતી. 25મી ઓવરમાં સિરાજે આ બોલ ફેંક્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલીયન બેટર માર્નસ લાબુશેન અને નાથન મૈકસ્વીની ક્રિઝ પર હાજર હતા. એડિલેડ ઓવલ ખાતે સ્ટેડિયમમાં હાજર ક્રિકેટ ચાહકો આ ઝડપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે પાછળથી ખબર પડી કે બ્રોડકાસ્ટરની ટેકનિકલ ખામીને કારણે આવું થયું હતું.

આ પણ વાંચો : IND vs AUS સીરિઝની વચ્ચે મોહમ્મદ સિરાજને સજા ફટકારશે ICC! ભારે પડી શકે છે આ ભૂલ, જુઓ વીડીયો

કોના નામે છે સૌથી વધુ ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ?

અહીં તમને જણાવી દઈએ કે મોહમ્મદ સિરાજ તેલંગાણા પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક(DSP)નું પદ ધરાવે છે. તેમણે 11 ઓક્ટોબર 2024ના રોજ આ જવાબદારી સંભાળી હતી. ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર બોલર રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખાતા શોએબ અખ્તરના નામે છે. તેણે વર્લ્ડકપ 2003માં દક્ષિણ આફ્રિકાના ન્યૂલેન્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામેની મેચમાં શોએબે 161.3 km/hની ઝડપે બોલિંગ કરી હતી. જે હજુ પણ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ છે.

DSP સિરાજે 181.6 KMPH ની ઝડપે બોલ ફેંક્યો? રાવલપિંડી એક્સપ્રેસનો રેકોર્ડ તોડી નાખ્યો કે શું? 2 - image

Tags :