Get The App

VIDEO : અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં ધોની, સાક્ષી અને બ્રાવો ગરબાના તાલે ઝૂમ્યા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનના પહેલા દિવસે કોકટેલ પાર્ટી યોજાઈ હતી

બીજા દિવસે યોજાયેલ સંગીત સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સે જૂદા જૂદા ગીત પર ડાન્સ કર્યો હતો

Updated: Mar 3rd, 2024

GS TEAM


Google News
Google News
VIDEO : અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં ધોની, સાક્ષી અને બ્રાવો ગરબાના તાલે ઝૂમ્યા 1 - image
Image:Screengrab

MS Dhoni and DJ Bravo played Dandiya In Anant Ambani’s Pre-Wedding : જામનગરના ખાવડી ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનમાં બીજા દિવસે ઝગમગાટ જોવા મળ્યો હતો. પ્રિ-વેડિંગ ફંક્શનના પહેલા દિવસે કોકટેલ પાર્ટી યોજાઈ હતી, જ્યારે બીજા દિવસે સંગીત સેરેમની યોજાઈ હતી, જેમાં બોલિવૂડ સ્ટાર્સે જૂદા જૂદા ગીત પર ડાન્સ કર્યો હતો. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની પણ આ પ્રિ-વેડિંગ ફંક્શનનો ભાગ છે. ધોની સાથે ડ્વેન બ્રાવો પણ જામનગર પહોંચ્યો હતો. આ બંને ખેલાડીઓ એકસાથે દાંડિયા રમતા જોવા મળ્યા હતા. આ બંનેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

ધોની અને બ્રાવોનો વીડિયો વાયરલ

ધોની તેની પત્ની સાક્ષી અને સાઉથના સુપરસ્ટાર રામ ચરણ સાથે જોવા મળ્યો હતો. બાદમાં તે બ્રાવો સાથે દાંડિયા રમતા જોવા મળ્યો હતો. IPLમાં ડ્વેન બ્રાવોએ મુંબઈ ઈન્ડિયન્સ માટે કેટલીક સિઝન રમી છે અને જે કોઈ એકવાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે રમે છે તે હંમેશ માટે MI પરિવારમાં જોડાઈ જાય છે. આ જ કારણ છે કે તેને પણ પ્રિ-વેડિંગ ફંક્શનનું આમંત્રણ મળ્યું હતું.

ક્રિકેટ જગતના મોટાભાગના ખેલાડીઓએ આપી હાજરી

ધોનીની સાથે સાથે સચિન તેંડુલકર, રોહિત શર્મા, ઝહીર ખાન, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ડ્વેન બ્રાવો, ટિમ ડેવિડ, ટ્રેન્ટ બોલ્ટ, નિકોલસ પૂરન સહિત દેશ અને દુનિયાના ડઝનબંધ ક્રિકેટરોએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શનમાં ભાગ લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા મોટાભાગના ક્રિકેટરોને આ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું. જો કે ઘણા ક્રિકેટરો વિવિધ સંજોગોને કારણે હાજરી આપી શક્યા ન હતા, પરંતુ મોટાભાગના ખેલાડીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

VIDEO : અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનમાં ધોની, સાક્ષી અને બ્રાવો ગરબાના તાલે ઝૂમ્યા 2 - image

Tags :