FOLLOW US

ધોની જાદૂગર છે, કચરાને પણ સોનું બનાવી દે છે : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરનું નિવેદન

ચેન્નઈ સુપર કિંગ્સની આટલી સફળતા મેળવવા ધોનીનું યોગદાન મહત્વનું રહ્યુ છે.

એમએસ એક જાદુગર છે, અને તે કચરાને પણ સોનામાં બદલી શકે છે: મેથ્યુ હેડન

Updated: May 26th, 2023

Image Twitter

તા. 26 મે 2023, શુક્રવાર 

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2023ની ફાઇનલમાં પ્રવેશ કરી ચુકી છે. 41 વર્ષીય ધોનીની નરજ ચેન્નઈ સુપર કિંગ્સને 5મી વખત ચેમ્પિયન બનાવવા  જઈ રહ્યા છે. અને તેના ફેન ફોલોઈંગ દેશ તેમજ વિદેશમાં પણ લાખોની સંખ્યામાં છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડનનું કહેવું છે કે ધોની એક જાદુગર છે અને તે કચરાને પણ સોનું બનાવી શકે છે. 

ચેન્નઈ સુપર કિંગ્સની આટલી સફળતા મેળવવા ધોનીનું યોગદાન મહત્વનું રહ્યુ છે

મેથ્યુ હેડન પણ એમએસ ધોનીની કેપ્ટનશીપના પ્રશંસક છે. તેણે કહ્યું છે કે ચેન્નઈ સુપર કિંગ્સની આટલી સફળતા મેળવવા ધોનીનું એટલું બધું યોગદાન રહ્યુ છે કે એક ખેલાડી તરીકે ફ્રેન્ચાઈઝી સાથે તેના ભવિષ્ય વિશે વાતો કરવી એ આજે યોગ્ય નથી. ધોનીની કેપ્ટન્સીમાં CSK 10મી વખત IPLની ફાઇનલમાં પહોંચી ચુકી છે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં ટીમની બોલિંગ નબળી હતી પરંતુ ધોનીએ પોતાનું આગવી અદાથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી બતાવ્યું હતુ.  

હેડનનું માનવું છે કે તે આગામી આઈપીએલમાં નહીં રમે

આ ટુર્નામેન્ટમાં ધોનીના ઘુંટણ પર ઈજા થઈ હતી તેમ છતા તે રમ્યો હતો. તેમણે એક ખેલાડી તરીકે પોતાનું ભવિષ્ય પર નિર્ણય લેવા પોતાનો 8-9 મહિનાનો સમય આપ્યો છે. જોકે હેડનનું માનવું છે કે તે આગામી આઈપીએલમાં નહીં રમે. જોકે હેડનનું કહેવુ છે કે હવે તે આગામી IPLમાં નહીં રમે.

એમએસ એક જાદુગર છે, અને તે કચરાને પણ સોનામાં બદલી શકે છે: મેથ્યુ હેડન

હેડને આ બાબતે પીટીઆઈ સાથે વાત કરતાં કહ્યુ હતું કે એમએસ એક જાદુગર છે, અને તે કચરાને પણ સોનામાં બદલી શકે છે. તે ખૂબ જ કુશળ અને સકારાત્મક કેપ્ટન છે. વધુ વાત કરતા કહ્યુ હતુ કે, તમિલનાડુ ક્રિકેટ સંઘ અને તેની ટીમ વચ્ચેનો તાલમેલ કેટલો મજબુત છે. અને ટીમને મજબુત કરવા માટે પ્રક્રિયા પણ કરી હતી. દરેક લક્ષને પ્રાપ્ત કરવા માટે એક પ્રક્રિયા હોય છે અને તેને તેણે પહેલા ભારતીય ટીમ સાથે અને હવે સીએસકે સાથે પોતાનો જાદુ બતાવી રહ્યા છે. 

મેથ્યુ હેડને યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી સિડની દ્વારા આયોજીત આ ક્રાર્યક્રમમાં કહ્યુ હતું કે, આવતા વર્ષે રમે કે ના રમે, તે તો હવે અપ્રાસંગિક છે. મને લાગે છે કે તે હવે નહી રમે પરંતુ તે એમ એસ ધોની છે. 

Gujarat
IPL-2023
Magazines