Get The App

દેવજીત સાઈકિયા બન્યા BCCIના નવા સેક્રેટરી, પ્રભતેજ ભાટિયા સંભાળશે કોષાધ્યક્ષની જવાબદારી

Updated: Jan 12th, 2025

GS TEAM


Google News
Google News
Devajit Saikia

BCCI Secretary Devajit Saikia: આસામના ભૂતપૂર્વ ક્રિકેટર દેવજીત સાઈકિયાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સીરિઝ પર ભારતના ખરાબ પર્ફોર્મન્સ મુદ્દે આયોજિત બેઠકમાં સાઈકિયા સેક્રેટરી તરીકે BCCIના ચેરમેન રોજર બિન્ની સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા, કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર પણ હાજર રહ્યા હતા. વધુમાં પ્રભતેજ ભાટિયાને બોર્ડના નવા ખજાનચી બનાવવામાં આવ્યા હતા.

દેવજીત સાઈકિયાની ક્રિકેટ કારકિર્દી

આસામના રહેવાસી દેવજીત સાઈકિયા આસામમાં ક્રિકેટ પણ રમતા હતા અને કાયદા અને વહીવટના ક્ષેત્રે પણ કામ કરતાં હતાં. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર તરીકે, સાઈકિયાએ 1990થી 1991 દરમિયાન ચાર મેચ રમી હતી. જેમાં તેઓ વિકેટકીપર રહ્યા હતાં. તેમની ક્રિકેટ કારકિર્દી ખૂબ જ ટૂંકી રહી હતી. વિકેટકીપર દેવજીત સાઈકિયાના નામે 9 વિકેટ અને 53 રનનો રેકોર્ડ હતો.

આ પણ વાંચોઃ BCCIની રિવ્યુ મીટિંગની વાતો લીક, રોહિત શર્માએ કહ્યું- હું થોડો સમય માટે કેપ્ટન રહીશ 

ક્રિકેટ છોડી વકીલ બન્યા

સાઈકિયાએ 28 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું છોડી દીધા બાદ કાયદાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. ગુવાહાટી હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમની કાનૂની કારકિર્દી પહેલાં, તેમણે સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા નોર્ધન ફ્રન્ટિયર રેલ્વે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં નોકરીઓ પણ મેળવી હતી. 2016માં સાઈકિયાનો ક્રિકેટ મેનેજમેન્ટમાં પ્રવેશ થયો હતો. ત્યારે તે હેમંત વિશ્વશર્માની અધ્યક્ષતામાં આસામ ક્રિકેટ એસોસિએશન (ACA)ના છ ઉપાધ્યક્ષ પૈકી એક હતાં. બાદમાં તેઓ 2019માં ACAના સેક્રેટરી બન્યા અને 2022માં તેઓ BCCIના જોઈન્ટ સેક્રેટરી પણ બન્યા હતાં.

દેવજીત સાઈકિયા બન્યા BCCIના નવા સેક્રેટરી, પ્રભતેજ ભાટિયા સંભાળશે કોષાધ્યક્ષની જવાબદારી 2 - image

Tags :