For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

VIDEO : WPLની રોમાંચક મેચમાં ગુજરાતે દિલ્હીને 11 રને હરાવ્યું, GG પ્લેઓફની રેસમાં યથાવત્

ગુજરાતના 148 રનના ટાર્ગેટ સામે દિલ્હીની ટીમ 136 રનમાં ઓલઆઉટ

એલ વોલ્વાર્ડે 57 રન અને એશ્લે ગાર્ડનરે અણનમ 51 રન બનાવ્યા

Updated: Mar 16th, 2023

Image - WPL Twitter

નવી દિલ્હી, તા.16 માર્ચ-2023, ગુરુવાર

વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો ગુજરાત જાયન્ટ્સ સામે થયો હતો. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે દિલ્હી સામે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 11 રને મેચ હારી ગઈ હતી.

વિમેન્સ પ્રીમિયર લીગની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 11 રને હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. એલ વોલ્વાર્ડે 57 રન અને એશ્લે ગાર્ડનરે અણનમ 51 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 18.4 ઓવરમાં 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ જીત સાથે ગુજરાતની ટીમ પ્લેઓફની રેસમાં યથાવત્ છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 2 જીત અને 4 હાર સાથે 6 મેચમાં ચાર પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. તો દિલ્હીની ટીમ પ્લેઓફમાં સુધી પહોંચવામાં ચુકી ગઈ, દિલ્હીને પ્લેઓફમાં પહોંચવા માટે માત્ર એક જીતની જરૂર છે. દિલ્હી પોઈન્ટ ટેબલમાં 6 મેચમાં 4 જીત અને 2 હાર અને 8 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.

એક સમયે દિલ્હીનો સ્કોર 8 વિકેટે 135 રન હતો, ત્યારબાદ દિલ્હીને 13 બોલમાં 13 રનની જરૂર હતી. આ ટાણે અરુંધતિ રેડ્ડી અને શિખા પાંડે ક્રિઝ પર હતા અને બંને વચ્ચે 35 રનની ભાગીદારી થઈ હતી. ત્યારબાદ કિમ ગર્થે અરુંધતિ રેડ્ડીને આઉટ કરીને મેચ પલટી નાખી હતી. રેડ્ડી 17 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 25 રન બનાવીને આઉટ થઈ હતી. ત્યાર પછીની ઓવરમાં ગાર્ડનરે પૂનમ યાદવ (0)ને આઉટ કરીને ગુજરાતને જીત અપાવી હતી.

Gujarat