Get The App

IPL: દિલ્હીએ જીત સાથે કરી શરૂઆત, લખનઉને એક વિકેટથી હરાવ્યું, આશુતોષ શર્મા ચમક્યો

Updated: Mar 24th, 2025

GS TEAM


Google News
Google News
IPL: દિલ્હીએ જીત સાથે કરી શરૂઆત, લખનઉને એક વિકેટથી હરાવ્યું, આશુતોષ શર્મા ચમક્યો 1 - image


IPL 2025: સોમવારે(24 માર્ચ, 2025) IPL 2025નો ચોથો મુકાબલો દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનઉ સુપર જાયન્ટ્સ(LSG) વચ્ચે હતો. જેમાં દિલ્હીએ લખનઉને 1 વિકેટથી હરાવ્યું છે. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. લખનઉની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 209 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ 19.3 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 211 રન બનાવ્યા હતા. લખનઉના નિકોલસ પૂરને 30 બોલમાં 75 રનની ઈનિંગ રમી. મિશેલ માર્શે 36 બોલમાં 72 રન બનાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સની ઈનિંગ

  • જેક ફ્રેઝર-મેકગર્ક - 1 રન (2 બોલ)
  • ફાફ ડુ પ્લેસિસ - 29 રન (18 બોલ)
  • અભિષેક પોરેલ (વિકેટકીપર) - શૂન્ય (2 બોલ)
  • સમીર રિઝવી - 4 રન (4 બોલ)
  • અક્ષર પટેલ (કેપ્ટન) - 22 રન (11 બોલ)
  • ટ્રિસ્ટન સ્ટબ્સ - 34 રન (22 બોલ)
  • આશુતોષ શર્મા - 66 રન (31 બોલ)
  • વિપ્રજ નિગમ - 39 રન (15 બોલ)
  • મિચેલ સ્ટાર્ક - 2 રન (5 બોલ)
  • કુલદીપ યાદવ - 5 રન (5 બોલ)
  • મોહિત શર્મા - 1 રન (2 બોલ)

લખનઉ સુપર જાયન્ટ્સની ઈનિંગ

  • એડન માર્કરમ - 15 રન (13 બોલ)
  • મિચેલ માર્શ - 72 રન (36 બોલ)
  • નિકોલસ પૂરન - 75 રન (30 બોલ)
  • ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન) - શૂન્ય (6 બોલ)
  • ડેવિડ મિલર - 27 રન (19 બોલ)
  • આયુષ બદોની - 4 રન (5 બોલ)
  • શાર્દુલ ઠાકુર - શૂન્ય (2 બોલ)
  • શાહબાઝ અહેમદ - 9 રન (8 બોલ)
  • રવિ બિશ્નોઈ - શૂન્ય (2 બોલ)
  • દિગ્વેશ રાઠી - શૂન્ય (શૂન્ય)

દિલ્હીની ટીમમાં ચાર વિદેશી ખેલાડીઓને મળી તક

કેપ્ટન અક્ષર પટેલે કહ્યું હતું કે, તેમની ટીમમાં ચાર વિદેશી ખેલાડીઓને તક આપવામાં આવી છે. જેમાં ફાફ ડુ પ્લેસિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, ટ્રિસ્ટન સ્ટબ્સ અને મિશેલ સ્ટાર્કનો સમાવેશ થાય છે. જ્યારે, ઋષભ પંતની ટીમમાં એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન અને ડેવિડ મિલરને તક મળી છે.

બંને ટીમોની પ્લેઈંગ 11

દિલ્હી કેપિટલ્સ: જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપ્રજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: કરુણ નાયર, આશુતોષ શર્મા, ડોનોવન ફરેરા, ત્રિપુરાના વિજય, દર્શન નલકંડે.

લખનઉ સુપર જાયન્ટ્સ: એડન માર્કરમ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ડેવિડ મિલર, પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: એમ સિદ્ધાર્થ, અબ્દુલ સમદ, હિંમત સિંહ, આકાશ સિંહ, રાજવર્ધન હંગરગેકર.


Tags :