બર્મિંગહામ, તા.૭
ગુજરાતની
પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી લીધા હતા. ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર જીતનારી ગુજરાતની પેરા ટેબલ ટેનિસ
ખેલાડી ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભાવિનાએ ફાઈનલમાં નાઈજીરિયાની
ઈક્પેઓયીને ૩-૦થી હરાવી હતી.
જ્યારે સોનલે બ્રોન્ઝ મેડલ મેચમાં ઈંગ્લેન્ડની બેઈલી સામે ૩-૦થી જીત હાંસલ કરી હતી. ભાવિનાએ બર્મિંગહામ ગેમ્સમાં શાનદાર દેખાવ કરતાં ત્રણેય ગ્રૂપ મેચની સાથે સેમિ ફાઈનલ અને ફાઈનલમાં એક તરફી જીત હાંસલ કરી હતી. જ્યારે સોનલ પટેલે તેણે ત્રણેય ગ્રૂપ મેચ જીતી લીધી હતી. જોકે સેમિ ફાઈનલમાં મળેલી હારના કારણે તેને બ્રોન્ઝ મેડલ મેચ રમવી પડી હતી. જેમાં પણ તેણે શાનદાર દેખાવ સાથે જીત હાંસલ કરી હતી.


