Get The App

CSK vs DC: દિલ્હી કેપિટલ્સની જીત, ચૈન્નઈને 44 રનથી આપી હાર, દિલ્હીનો IPLમાં સતત બીજો વિજય

Updated: Sep 25th, 2020

GS TEAM

Google News
Google News
CSK vs DC: દિલ્હી કેપિટલ્સની જીત, ચૈન્નઈને 44 રનથી આપી હાર, દિલ્હીનો IPLમાં સતત બીજો વિજય 1 - image

નવી દિલ્હી, તા. 25 સપ્ટેમ્બર 2020, શુક્રવાર

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2020ના 7માં મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને ચેન્નઈ સુપર કિંગ્ઝને 44 રનોથી હાર આપી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા. જવાબમાં ચેન્નઈની ટીમ 7 વિકેટ પર 131 રન જ બનાવી શકી. આ સાથે જ દિલ્હીએ IPL 2020માં આ સતત બીજી જીત નોંધાવી છે.

પહેલાં બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમે પૃથ્વી શૉના 64 રનોની ઈનિંગની મદદથી 20 ઓવરમાં 3 વિકેટ પર 175 રનનો સ્કોર કર્યો. આ સિવાય પંતે 37 રન, ધવને 35 રન અને અય્યરે 26 રન બનાવ્યા. ચેન્નઈ તરફથી પિયૂષ ચાવલાએ 33 રન આપી 2 વિકેટ ઝડપી જ્યારે સેમ કુરેને 27 રન આપીને એક વિકેટ ઝડપી.

બીજી સાઈડથી ચેન્નઈની શરૂઆત ઘણી જ ખરાબ અને ધીમી રહી. શેન વોટસન અને મુરલી વિજયની ઓપનિંગ જોડીએ 5મી ઓવરમાં જ તૂટી ગઈ. અક્ષર પટેલે 14 રન કર્યાં. મુરલી વિજય 10 રન બનાવી આઉટ થયો. કેદાર જાધવે 21 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 26 રન કર્યાં. ડુપ્લેસિસે 43 રન બનાવ્યા. રબાડાએ ફક્ત 26 રન આપીને 3 વિકેટ લીધી હતી, નૌકિયાએ 21 રનમાં 2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી હતી. આ જીતની સાથે દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે પહોંચી ગઈ છે.

Tags :