Get The App

ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી ટેસ્ટઃ સ્ટેડિયમમાં ચાહકોએ લગાવ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા, વિડિયો વાયરલ

Updated: Nov 25th, 2021

GS TEAM

Google News
Google News
ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી ટેસ્ટઃ સ્ટેડિયમમાં ચાહકોએ લગાવ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા, વિડિયો વાયરલ 1 - image


નવી દિલ્હી,તા.25.નવેમ્બર,2021

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરિઝની પહેલી ટેસ્ટ આજથી કાનપુરમાં રમાઈ રહી છે.

જોકે મેચ દરમિયાનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં સ્ટેડિયમમાં ચાહકો પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવતા નજરેપડી રહ્યા છે.પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના કારણે બંને દેશો વચ્ચેના સબંધોમાં તનાવ છે અને તેની અસર ક્રિકેટમાં પણ દેખાઈ રહી છે.

ક્રિકેટ ચાહકોની નારાજગી એ હદે છે કે, સ્ટેડિયમમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા ગુંજતા રહ્યા હતા.આ ઘટના મેચ શરુ થયા બાદ છઠ્ઠી ઓવરમાં બની હતી.તે સમયે શુભમન ગિલ અને મયંક અગ્રવાલ બેટિંગ કરી રહ્યા હતા.

પહેલી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે.ભારત વિરાટ કોહલી, રોહિત શર્મા, શામી, બુમરાહ તેમજ ઋષભ પંત જેવા સ્ટાર ખેલાડીઓ વગર આ મેચમાં ઉતર્યુ છે.

Tags :