Get The App

ક્રિકેટનો 'અમ્પાયર્સ કૉલ' નિયમ વિવાદમાં, જાણો કેમ ઊઠ્યાં સવાલ, શું છે અસલ કારણ

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
ક્રિકેટનો 'અમ્પાયર્સ કૉલ' નિયમ વિવાદમાં, જાણો કેમ ઊઠ્યાં સવાલ, શું છે અસલ કારણ 1 - image


Umpire’s Call’ Rule: શું ક્રિકેટમાં DRS (Decision Review System) હેઠળ 'અમ્પાયર્સ કૉલ' નિયમ બદલવાની જરૂર છે? શું આ નિયમ બદલવાની જરૂર છે? ક્રિકેટનો નિયમ આ નિયમ વિવાદનું કારણ કેમ બની રહ્યો છે. 

વાસ્તવમાં ધ્યાનથી સમજીએ તો અમ્પાયર્સ કોલ નિયમમાં એક ખૂબ જ ઝીણી લાઈન અથવાગ્રે એરિયા છે. ઘણી વાર ઘણા મહાન ક્રિકેટરોએ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ઘણી વખત LBW (લેગ બિફોર વિકેટ) ના કિસ્સામાં DRS કોલ પર 'અમ્પાયર્સ કોલ' ફ્રેમમાં આવી જાય છે.

LBWના ખૂબ જ નજીકના નિર્ણયો પર ઘણી વખત ટીવી એમ્પાયર પણ કેટલીક સટીક જાણકારી નથી આપી શકતા. આવી સ્થિતિમાં ઓનફિલ્ડ અમ્પાયરનો નિર્ણય જ અંતિમ અને ફાઈનલ હોય છે. 

ક્રિકેટનો 'અમ્પાયર્સ કૉલ' નિયમ વિવાદમાં, જાણો કેમ ઊઠ્યાં સવાલ, શું છે અસલ કારણ 2 - image

LBWના નિર્ણયમાં શું જોવા મળે છે?

LBWના નિર્ણય માટે DRS માં ત્રણ બાબતો જોવામાં આવે છે. બોલ ક્યાં પડ્યો (Pitching), તે બેટ્સમેનના પેડ પર ક્યાં વાગ્યો (Impact)) અને શું તે વિકેટ પર અથડાઈ રહ્યો છે કે નહીં (Wickets). આ બધી બાબતો ટેકનોલોજી (હોક આઇ/બોલ ટ્રેકર, સ્નિકોમીટર/અલ્ટ્રા એજ) દ્વારા નક્કી કરવામાં આવે છે. બીજી તરફ સૌ પ્રથમ એ જોવામાં આવે છે કે બોલ લીગલ છે કે નહીં. પરંતુ ઘણી વખત 'ઇમ્પેક્ટ' અને 'વિકેટ' નો ભાગ એટલો નજીક હોય છે કે નિર્ણય 50-50 જેવો લાગે છે. આવી સ્થિતિમાં મેદાન પર ઉભા રહેલા અમ્પાયરનો નિર્ણય અંતિમ માનવામાં આવે છે.



સચિન તેંડુલકરે પણ ઉઠાવ્યા સવાલ

સચિન તેંડુલકરે પણ હવે આ નિયમ પર સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ તેમણે અમ્પાયર્સ કોલ નિયમને હટાવવાની હિમાયત કરી છે. તેમણે રેડિટ પર કહ્યું કે, હું DRS નિયમને બદલવા માંગુ છું. જ્યારે ખેલાડીઓ અમ્પાયરના નિર્ણયથી નાખુશ થયા પછી DRS લે છે, ત્યારે તે જ નિર્ણય પર પાછા ફરવાનો વિકલ્પ ન હોવો જોઈએ. જેમ ખેલાડીઓ ક્યારેક ખરાબ ફોર્મમાં હોય છે, તેમ અમ્પાયર પણ ભૂલો કરી શકે છે. ટેકનોલોજી ભલે 100% સાચી ન હોઈ, પરંતુ તેની ભૂલો પણ સમાન હોય છે. તમને જણાવી દઈએ કે, DRS નિયમ 2008માં ભારતના શ્રીલંકા પ્રવાસ દરમિયાન લાવવામાં આવ્યો હતો.





શેન વોર્ન અને સંગાકારા ઉઠાવી ચૂક્યા છે સવાલ

દિવંગત શેન વોર્ને પણ આ નિયમ પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. વોર્ને 2020માં એક પોસ્ટમાં કહ્યું હતું કે, હું વારંવાર એ જ કહીશ કે, જો કેપ્ટન કોઈ નિર્ણયની સમીક્ષા (Review) માંગે છે, તો મેદાન પર ઉભેલા અમ્પાયરનો નિર્ણય માન્ય ન હોવો જોઈએ. કારણ કે એક જ બોલને આઉટ અને નોટ આઉટ બંને ન કહી શકાય. જ્યારે આવું થશે, ત્યારે નિર્ણય ખૂબ જ સ્પષ્ટ અને સરળ થઈ જશે. એટલે કે, બોલરને વિકેટ મળવી જોઈએ કે નહીં, તે સીધું નક્કી થઈ જશે. બીજી તરફ કુમાર સંગાકારા, હરભજન સિંહ, મિસ્બાહ-ઉલ-હક જેવા ક્રિકેટરોએ પણ સમયાંતરે આ નિર્ણય પર સવાલ ઉઠાવી ચૂક્યા છે.

Tags :