Sports

ક્રિકેટ જગતનો સૌથી વિવાદિત નિયમ, જેને પછી રન આઉટમાં બદલી દેવાયો, જાણો તેની વિગત

By GS TEAM
11 Aug 20253 mins read
TukuTouch Logo
ક્રિકેટની રમતમાં ઘણા એવા નિયમો પણ રહ્યા છે, જેને લઈને સમયે-સમયે વિવાદ થતો રહ્યો છે. 'માંકડિંગ' પણ એવો નિયમ હતો, જેને લઈને ખેલાડીઓ, ચાહકો અને ક્રિકેટના નિષ્ણાત વચ્ચે લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો. પછી આ નિયમને બદલીને 'રન આઉટ'માં સામેલ કરવામાં આવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિકેટ જગતનો સૌથી વિવાદિત નિયમ, જેને પછી રન આઉટમાં બદલી દેવાયો, જાણો તેની વિગત
Image source: IANS 


Mankading In Cricket: ક્રિકેટની રમતમાં ઘણા એવા નિયમો પણ રહ્યા છે, જેને લઈને સમયે-સમયે વિવાદ થતો રહ્યો છે. 'માંકડિંગ' પણ એવો નિયમ હતો, જેને લઈને ખેલાડીઓ, ચાહકો અને ક્રિકેટના નિષ્ણાત વચ્ચે લાંબા સમય સુધી વિવાદ ચાલ્યો હતો. પછી આ નિયમને બદલીને 'રન આઉટ'માં સામેલ કરવામાં આવ્યો. 

શું હતો 'માંકડિંગ' નિયમ 

જ્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલો બેટર બોલરના બોલ ફેંકતા પહેલા ક્રિઝથી બહાર નીકળી આવે છે. એવામાં બોલર બોલ ના નાખીને પોતાના એન્ડ પર સ્ટંપને વિખેરી દે તો તેને કહેવાય છે માંકડિંગ નિયમ. 

આ નિર્ણયમાં કેમ ફેરફાર કરાયો? 

ક્રિકેટના ઇતિહાસમાં પહેલા કોઈ બેટરને 'માંકડિંગ' નિયમ હેઠળ આઉટ કરવા પર વિવાદ ઉભો થતો હતો. પહેલા આ પદ્ધતિથી બેટરને આઉટ કરવો તે રન-આઉટની કેટેગરીમાં સામેલ નહોતુ અને તેના વિશે ચર્ચા થતી રહેતી. ઘણા દિગ્ગજોએ આ નિયમને રમતની ભાવનાની વિરુદ્ધ જણાવ્યું હતું, અને તેને લઈને વિવાદ ઉભો થતો હતો. જેના કારણે આ નિયમને બદલવામાં આવ્યો. 

માર્ચ 2022માં નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો

વર્ષ 2022ના માર્ચ મહિનામાં આતંરરાષ્ટ્રિય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા માંકડિંગ નિયમને રન આઉટ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યો. હવે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલો બેટર બોલરના બોલ ફેંકતા પહેલા ક્રિઝથી બહાર નીકળશે તો તેને આઉટ કરી શકાશે, આ નિયમને 41(અનફેયર પ્લે)થી 38 (રન આઉટ)માં બદલવામાં આવ્યો. આ નિયમ હેઠળ જો ફીલ્ડિંગ ટીમ દ્વારા અપીલ કરવામાં ન આવે તો અમ્પાયર તેને ડેડબોલ આપી શકે છે અને તે બોલને ઓવરમાં કાઉન્ટ કરવામાં નહીં આવે.  

'માંકડિંગ'થી જોડાયેલા વિવાદો 

વીનૂ માંકડ vs બિલ બ્રાઉન:

વર્ષ 1947માં સિડની ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટર વીનૂ માંકડે ઓસ્ટ્રેલિયાના બેટર બિલ બ્રાઉનને બોલ નાખતા પહેલા રન આઉટ કર્યો હતો. જો કે બ્રાઉનને આઉટ કરતાં પહેલા વીનૂ માંકડે વોર્નિંગ પણ આપી હતી. તેમ છતાં વીનુનું નામ વિવાદોમાં ઘેરાયુ અને અહીંથી આ પ્રકારના રન આઉટને 'માંકડિંગ' નામ આપવામાં આવ્યું.

સચિત્ર સેનાનાયકે vs જોસ બટલર: 

જૂન 2014માં એજબેસ્ટનમાં રમાયેલી ODI મેચમાં શ્રીલંકાના બોલર સચિત્ર સેનાનાયકે ઈંગ્લેન્ડના જોસ બટલરને 'માંકડિંગ' (રન આઉટ) કર્યો હતો. જેથી બટલર નારાજ થઈ ગયો હતો.

રવિચંદ્રન અશ્વિન vs જોસ બટલર: 

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019માં રવિચંદ્રન અશ્વિને જોસ બટલરને નોન-સ્ટ્રાઈક એન્ડ પર રન આઉટ કર્યો હતો. પહેલીવાર IPLમાં આ રીતે કોઈ ખેલાડી આઉટ થયો હતો, ત્યારબાદ ઘણો મોટો વિવાદ થયો હતો. ત્યારે અશ્વિન પંજાબ કિંગ્સ(PBKS)નો કેપ્ટન હતો અને બટલર રાજસ્થાન ટીમનો ખેલાડી હતો. 

આ પણ વાંચો : એશિયા કપ: સૂર્યકુમાર યાદવ ફિટ નહીં થાય તો કોણ બનશે કેપ્ટન? રેસમાં બે ગુજરાતી ખેલાડીઓના નામ

દીપ્તિ શર્મા vs ચાર્લી ડીન

સપ્ટેમ્બર 2022માં વૂમેન્સ વન ડે મેચમાં ભારતની બોલર દિપ્તી શર્મા ઈંગ્લેન્ડની બેટર ચાર્લી ડીનને 'માંકડિંગ' (રન આઉટ) કર્યો હતો. આ ઘટના ઠીક એ સમયે થઈ, જે વર્ષે (ICC)એ આ નિયમમાં ફેરફાર કર્યો હતો. જો કે  દીપ્તિનું એવું કરવું નિયમો મુજબ યોગ્ય હતું, તેમ છતાં ક્રિકેટ જગતમાં આને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી.