For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રિંકુ સિંહને ટીમમાં કરાયો સામેલ, વેસ્ટ ઈન્ડિઝની જગ્યાએ આયર્લેન્ડ મોકલાશે, BCCIનો સ્પેશિયલ પ્લાન તૈયાર

ભારતીય પસંદગીકારો તેમને આયર્લેન્ડ પ્રવાસ પર મોકલવાની તૈયારી કરી રહ્યા છે.

પસંદગીકારોનું કહેવુ છે કે, તે દરેક યુવા ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે મોકલવા નથી માંગતા

Updated: Jul 7th, 2023

રિંકુ સિંહને ટીમમાં કરાયો સામેલ, વેસ્ટ ઈન્ડિઝની જગ્યાએ આયર્લેન્ડ મોકલાશે, BCCIનો સ્પેશિયલ પ્લાન તૈયાર
Image  Twitter 

તા. 7 જુલાઈ 2023, શુક્રવાર 

રિંકુ સિંહને વેસ્ટ ઈન્ડિઝ સામે આગામી ટી-20 સીરીઝમાં ટીમ ઈન્ડિયામાં સામેલ ન કરવાથી ભારે હલ્લાબોલ થયો હતો. પરંતુ હવે તેમના ફેન્સને નિરાશ થવાની જરુર નથી, કારણ કે ભારતીય પસંદગીકારોએ તેને આયર્લેન્ડ પ્રવાસ પર મોકલવાની તૈયારી કરી રહ્યા છે. ભારત અને આયરલેન્ડની  વચ્ચે 3 મેચોની ટી- 20 સીરીઝ રમાશે. સીરીઝની પહેલી મેચ 18 ઓગસ્ટના રોજ રમાશે. 

વેસ્ટ ઈન્ડિઝ બાદ ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક સાથે અજીત અગરકરે 24 કલાકની અંદર પોતાની જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર યોજાનારી 5 મેચની T20 સિરીઝ માટે ગત તા. 5 જુલાઈના રોજ  રાત્રે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રશંસકોને આશા હતી કે રિંકુ સિંહને પણ આમાં સ્થાન મળશે, પરંતુ તેને ટીમમાં સ્થાન ન મળતાં બધાને આશ્ચર્ય થયું હતું. અને તે બાદ તેના પ્રશંસકો ખૂબ જ નારાજ થયા હતા. કારણે કે તેને ભારતીય ટીમમાં સારુ પ્રદર્શન કર્યુ હતું. 

પસંદગીકારોનું કહેવુ છે કે, તે દરેક યુવા ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે મોકલવા નથી માંગતા

ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્ય પસંદગીકારોનું કહેવુ છે કે, તે દરેક યુવા ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે મોકલવા નહોતા માંગતા. કારણ કે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પછી ભારત અને આયર્લેન્ડ વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. અને તેના પછી ભારતને એશિયા કપમાં ભાગ લેવાનો છે. એશિયા કપ પછી ટીમ ઈન્ડિયાએ ભારતમાં વનડે વિશ્વ કપ રમવાનો છે. રિંકુ સિંહ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓને આયરલેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવશે. કારણે કે બોર્ડને એશિયાઈ માટે દરેક ટીમને મોકલવાની છે જેનુ આયોજન ચીનમાં થઈ રહ્યુ છે. એટલે સિલેક્શન કમિટીએ અલગ- અલગ સીરીઝમાં અલગ- અલગ ખેલાડીઓને મોકલવાનો નિર્ણય કર્યો છે.   

Gujarat